જમ્મુ કાશ્મીરમાં 6 મહિનાનું રાજ્યપાલ શાસન સમાપ્ત થયા બાદ બુધવારે મધ્યરાત્રેથી રાષ્ટ્રયપતિ શાસન લાગૂ થઈ જશે. મહેબુબા મુફ્તીની ગઠબંધન સરકાર જૂનમાં BJPએ સમર્થન વાપસ લીધા બાદ જમ્મુ કાશ્મીરમાં રાજયપાલ શાસન લાગૂ કરવામાં આવ્યું હતુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક વહીવટ પર હસ્તાક્ષર કર્યા છે જેથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ જશે. અગાઉ વર્ષ 1990થી 1996 સુધી રાષ્ટ્રપતિ શાસન રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અલગ બંધારણ છે. જમ્મુ કાશ્મીરના બંધારણની કલમ 92ના હેઠળ ત્યાં છ મહિનાનું રાજયપાલ શાસન આવશ્યક છે. આ તેના હેઠળ વિધાનસભા બધી સત્તા રાજ્યપાલ પાસે હોય છે.