વરિષ્ઠ પત્રકાર પર ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી માફી માગે: એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા

0
86
Editors Guild on Rahul Gandhi’s Modi interview remark: Labelling of journalists has emerged as ‘favourite tactic’
Editors Guild on Rahul Gandhi’s Modi interview remark: Labelling of journalists has emerged as ‘favourite tactic’

તાજેતરમાં કેટલાક નેતાઓએ પત્રકારો માટે સમાચારનો ધંધો, દલાલ જેવા અપમાનજનક શબ્દોનો જાહેરમાં પ્રયોગ કર્યો હતો: પત્રકાર સંગઠન

સવાલ પૂછનાર મહિલા પત્રકાર જાતે જ જવાબ આપી રહી હતી: રાહુલ ગાંધી

એજન્સી,નવી દિલ્હી:
આગામી ચૂંટણીને લઇને દેશમાં રાજકીય યુદ્ધ તેની ચરમસીમા પર પહોંચી ગયું છે. વિપક્ષ દળો અને સરકાર વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં હવે મીડિયાને પણ ખેંચવામાં આવી રહ્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યુ લેનાર મહિલા પત્રકાર પર રાહુલ ગાંધીની ટિપ્પણી પછી દેશના પત્રકાર સંગઠને રોષ વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન બદલ માફીની માગ કરી હતી. 

પીએમ મોદીના ઇન્ટરવ્યુને ટાર્ગેટ કરવા અને રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે એક પ્રેસ કોન્ફરેન્સ સંબોધી હતી. જે દરમિયાન તેમણે વરિષ્ઠ પત્રકાર સ્મિતા પ્રકાશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ ઇન્ટરવ્યુ મામલે ટિપ્પણી કરી હતી કે, તેમની (મોદી) અંદર સામર્થ્ય નથી કે તેઓ અહી બેસીને લોકોના સવાલોના ઉત્તર આપે. જ્યારે હું અહી હાજર છું તમે ઇચ્છો એ સવાલ પૂછી શકો છો. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, તમે કાલે પ્રધાનમંત્રીનું ઇન્ટરવ્યુ જોયુ જ હશે. તેમણે આ માટે “લચીલું” શબ્દનો પ્રયોગ કરતા ટિપ્પણી કરી હતી કે, સવાલ પૂછનાર મહિલા પત્રકાર જાતે જ જવાબ આપી રહી હતી.

રાહુલ ગાંધીની આ ટિપ્પણી પર પત્રકાર સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો હતો. એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ આ મામલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, સ્વસ્થ્ય અને સભ્ય ટીકાથી કોઇ પણ છૂટનો દાવો ન કરવો જોઇએ, પરંતુ તેની સાથે પત્રકારો પર કોઇ પણ પ્રકારનો દોષ લગાવવો, તેમની ગરિમાને નુકસાન પહોંચાડવા અને તેમને ધમકાવવાની રીતે સામે આવ્યું છે. દિલ્હી જર્નાલિસ્ટ એસોસિએશનના અધ્યક્ષ મનોહર સિંહ અને મહાસચિવ પ્રમોદ કુમારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, એક પત્રકાર સાથે માત્ર એટલા માટે જ ખરાબ વર્તન કરવું કારણે કે તેણે હરિફ પાર્ટીના નેતાનું ઇન્ટરવ્યુ લીધુ હતું, આ તદન ખોટી બાબત છે અને મેસેન્જરને દબાવવા જેવું છે.

એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ તેના એક નિવેદનમાં જણાવ્યું કે, કેટલાક સમયથી આ પ્રકારના અપશબ્દોનો પ્રયોગ થઇ રહ્યો છે. તાજેતરમાં બીજેપીના કેટલાક નેતાઓની સાથે આપના નેતાઓએ પત્રકારો માટે સમાચારનો ધંધો, દલાલ જેવા અપમાનજનક શબ્દોનો જાહેરમાં પ્રયોગ કર્યો હતો. આ મામલે હાલમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે વીડિયો વોર પણ શરુ થઇ ગઇ છે. રાહુલ ગાંધીની ટિપ્પણી પછી અરુણ જેટલી પર નિશાનો સાધતા કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર Pliable શબ્દનો ઉપયોગ કરતા કેટલાક વીડિયો શેર કર્યા હતા, જેમાં પીએમ મોદીના પહેલાના ઇન્ટરનવ્યુની કેટલીક ક્લિપ હતી.

આ પછી બીજેપીના અમિત માલવીયે પણ રાહુલ ગાંધીના એક ભૂતકાળના એક ઇન્ટરવ્યુની ક્લિપ શેર કરી જણાવ્યું હતું કે, જે પત્રકારત્વની આપ વાત કરી રહ્યા છો આ ક્લિપ તેનો એક નમૂનો છે.