આંતર રાજ્ય પાટીદાર યુવક-યુવતીઓના છઠ્ઠા સમૂહલગ્ન સમારોહમાં આજે 11 યુગલોના લગ્ન

0
211
Patel Samaj Bapunagar
Patel Samaj Bapunagar

પસંદગી મેળા માટે કુર્મી સમાજની 100 યુવતી સામે 1100 પાટીદાર યુવકોએ ફોર્મ ભર્યા હતા, તેમાંથી ૪૦૦ જેટલા યુવાનોની પસંદગી થઇ હતી અને તેની સામે કુર્મી સમાજની ૨૫ યુવતીઓને પસંદ કરવામાં આવી હતી, છેલ્લા બે દિવસથી ચાલતા પસંદગી મેળામાં ૧૧ યુગલો બન્યા હતા. આ 11 યુગલોનું આજે સાંજે ૨ થી ૫ ક્લાકે સમૂહ લગ્ન યોજાશે અને તે બાદ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવશે.

અમદાવાદ:
ગુજરાતમાં પાટીદાર સમાજમાં છોકરીઓની મોટાપાયે ઘટ છે. હાલ રાજ્યમાં 1000 પાટીદાર યુવાનોની સામે છોકરીઓની સંખ્યા 700 જેટલી જ છે જેના કારણે ઘણા પાટીદાર યુવકો લગ્નથી વંચિત રહી જાય છે. આ સ્થિતિમાં શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ બાપુનગર અને અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય (સમસ્ત પાટીદાર) મહાસભા દ્વારા પાટીદાર સમાજના યુવાનો અને પરપ્રાંતીય કુર્મી (પાટીદાર) સમાજની દીકરીઓના છઠ્ઠા સમૂહલગ્નમેળાનું આયોજન આજે કરવામાં આવ્યું છે. ઓરિસ્સા, એમપીની યુવતીઓએ ભાગ લીધો છે, યુવકો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર હતી.
અખિલ ભારતીય પાટીદાર સમાજના આ સમૂહ લગ્નમેળા અંગે લગ્નોત્સવ સમિતિના કન્વીનર અને બાપુનગર મ્યુનિ. કોર્પોરેટર અશ્વિનભાઇ પેથાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર સમાજમાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાથી અન્ય રાજ્યના પાટીદાર (કુર્મી) સમાજની દીકરીઓ સાથે ગુજરાતના પાટીદાર સમાજના યુવાનોના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. ગત વર્ષે શહેરમાં ઓરિસ્સાની 24 યુવતીઓના લગ્ન પાટીદાર યુવાનો સાથે કરવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે ઓરિસ્સા ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશની 100થી વધુ યુવતીઓએ આ લગ્નમેળામાં ભાગ લેવા સંમતિ આપી દીધી હતી, પસંદગી મેળા માટે કુર્મી સમાજની 100 યુવતી સામે 1100 પાટીદાર યુવકોએ ફોર્મ ભર્યા હતા, તેમાંથી ૪૦૦ જેટલા યુવાનોની પસંદગી થઇ હતી અને તેની સામે કુર્મી સમાજની ૨૫ યુવતીઓને પસંદ કરવામાં આવી હતી, છેલ્લા બે દિવસથી ચાલતા પસંદગી મેળામાં ૧૧ યુગલો બન્યા હતા. આ 11 યુગલોનું આજે સાંજે ૨ થી ૫ ક્લાકે સમૂહ લગ્ન યોજાશે અને તે બાદ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
અશ્વિનભાઇ પેથાણીએ વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના પાટીદાર યુવાનો જેઓ દરમહિને 20 હજાર જેટલું કમાતા હોય, શહેરમાં પોતાનું ઘર હોય તેવા યુવકો પાસેથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતાં. ૧૦મી ડિસેમ્બર સુધીમાં 1100થી વધુ યુવકોએ લગ્નોત્સવ માટે ફોર્મ ભરીને બાપુનગર પટેલવાડી ખાતે જમા કરાવી દીધા હતાં, તેમાંથી ૪૦૦ જેટલા યુવાનોની પસંદગી પટેલ સમાજે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 4 જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી સુધી પાટીદાર સમાજના યુવક યુવતીઓ માટે પસંદગી મેળો અને વેવિશાળનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેમાંથી ૧૧ યુવનોની સમૂહલગ્ન માટે પસંદગી થતાં આજે ૧૧ યુગલોના સમૂહલગ્ન્ય બપોરના 2 થી 5 કલાક દરમ્યાન યોજાશે અને સાંજે 5 કલાકથી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડનાર તમામ દીકરીઓની જવાબદારી શહેરના પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ઉઠાવવામાં આવે છે.
જ્યારે કુર્મિ ક્ષત્રિય મહાસભાના ઉપપ્રમુખ શ્રીરામજીભાઇ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આર્થિક રીતે વિકાસ કરી રહેલા દેશભરમાં ગુજરાતમાં છોકરીઓનો સેકસ રેશિયો ઝડપથી નીચો આવ્યો છે, જયારે અન્ય પછાત રાજયોમાં તે વધારે છે. આપણા સમગ્ર દેશમાં કુર્મીઓ સાથે ‘રોટી અને દીકરી’ દેશભરમાં જેવો સંબંધ શરૂ કરવો જોઈએ. છોકરીઓ કરતા છોકરાઓની સંખ્યા વધારે હોવાના કારણે આયોજકોએ છોકરાઓ માટે લઘુત્તમ લાયકાત નક્કી કરી છે, જે મુજબ છોકરાની ઉંમર ૨૫થી ૨૭ વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે મહિનામાં ઓછામાં ઓછા ૨૦,૦૦૦ રૂપિયા કમાતો હોવો જોઈએ. અમદાવાદમાં પોતાનું ઘર હોવું જોઈએ અને નિર્વ્યસની હોવો જોઈએ. સમાજના વડીલો છોકરાને પ્રમાણિત કરશે. ક્ષત્રિય કુર્મી મહાસભાના ધનંજય વર્માએ કહ્યું કે, દેશભરમાં વસેલા એક જ સમાજના લોકો વચ્ચે આ આદાનપ્રદાન સારું છે. છત્તીસગઢ જેવા રાજયમાં દીકરી પરણાવવા માટે ઓછામાં ઓછા ૫ લાખનો ખર્ચ થાય છે, જેથી પરિવાર આર્થિક બોજા નીચે દબાઈ જાય છે. ત્યાં દારૂની પણ સમસ્યા છે. ગુજરાતમાં દહેજ અને દારૂનું વ્યસન ખૂબ ઓછું છે.
આજના સમૂહલગ્નમાં અધ્યક્ષ સ્થાને કૃષિ અને પંચાયતી રાજ કેન્દ્રીયમંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા, જ્યારે ઉદ્દઘાટન રાજ્યના ડે.સીએમ શ્રીનિતિનભાઇ પટેલ અને રોડ, ટ્રાન્સપોર્ટ, કેમીકલના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડલિયા દ્વારા કરવામાં આવશે. મુખ્ય મહેમાનોમાં શ્રીમતિ અનુપ્રિયા પટેલ, વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણી, ઠક્કરબાપાના ધારાસભ્ય શ્રી વલ્લભભાઇ કાકડિયા, દિલીપભાઇ સંઘાણી, મથુરભાઇ સવાણી, કુર્મિ ક્ષત્રિય મહાસભાના પ્રમુખશ્રી એલ.પી પટેલ, ઉપપ્રમુખ શ્રી રામજીભાઇ ઇટાલીયા, સુરત પટેલ સમાજથી લાલજીભાઇ પટેલ, નિકોલ-નરોડા સમાજના પ્રમુખ મગનભાઇ રામાણી, પરશોત્તમભાઇ કકાણી, દિલિપભાઇ કોઠીયા, વિઠ્ઠલભાઇ સાવલિયા, પરશોત્તમભાઇ ગેવરિયા, બાપુનગર પટેલવાડીના પ્રમુખશ્રી બાબુભાઇ વોરા અને મંત્રીશ્રી રમેશભાઇ કાનાણી ઉપસ્થિત રહેશ. આ સમૂહલગ્ન સમારોહની જ્વાબદારી પાટીદાર સમાજના યુવાનોને લીધી હતી અને તેઓના અથાગ મહેનતથી આવો ઉમદા કાર્યક્રમ સફળ થતો હોય છે, આ યુવા ટીમના અગ્રણીય છે બાપુનગર વોર્ડના કોર્પોરેટરશ્રી અશ્વિનભાઇ પેથાણી, તેમજ મ્યુ.કોર્પો.ના રેવન્યૂ કમિટિના ચેરમેનશ્રી ગૌતમભાઇ કથીરિયા, બટુકભાઇ સયાણી, કનુભાઇ બીડીવાળા, પરશોત્તમભાઇ વેકરિયા, મગનભાઇ વાડદોરિયા, સુરેશ સતાણી, યતીનભાઇ સુદાણી, સંજયભાઇ ભંડેરી, પરેશ સાવલિયા, સુરેશ કક્ક્ડ, જિગ્નેશ સાવલિયા, ધુર્વ તોગડિયા, ભરત કાકડિયા, પ્રકાશ મોરડિયા, રમેશ કાનાણી, દિપક દેસાઇ વગેરે યુવાનોની ટીમે સમૂહલગ્નને સફળ બનાવવા અથાગ મહેનત કરી છે. જ્યારે આ સમૂહ લગ્નના મુખ્ય દાતાશ્રીઓમાં રમેશભાઇ કાકડિયા, ચતુરભાઇ ચોડવડિયા, હરેશભાઇ તળાવિયા, હેતીકાબેન પટેલ(દુબઇ), રાજેશભાઇ પટેલ(દુબઇ)નો સમાવેશ થાય છે.