
ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (બીમા-એએસબીએ) સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા કંપની બની છે. આ સીમાચિહ્ન ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ (ઇન્ડિયા (આઇઆરડીએઆઇ)ની સંચાલકીય સરળતા, વીમાધારકની અનુકૂળતામાં વધારો કરવા, વધુ પારદર્શિતા તથા વીમા પ્રીમિયમ ચૂકવણી પ્રક્રિયા સરળ બનાવવાની પહેલને સુસંગત છે.બીમા-એએસબીએ પ્રીમિયમની ચૂકવણી સરળ અને ગ્રાહકને અનુકૂળ કરવાની દિશામાં એક નોંધપાત્ર કદમ છે. આઇઆરડીએઆઇની પહેલ અંતર્ગત પોલિસીધારક યુપીઆઇના વન-ટાઇમ મેન્ડેટ (ઓટીએમ) અપનાવી શકે છે તથા યુપીઆઇ દ્વારા તેમના બેંક ખાતામાં નિયત રકમ (રૂ. 2 લાખ સુધી) બ્લોક કરવા માટે અધિકૃત કરી શકે છે. આ રકમ વીમા કંપની દ્વારા અન્ડરરાઇટિંગની પ્રક્રિયા પૂર્ણ કરે અને દરખાસ્ત સ્વિકારવાનો નિર્ણય કર્યાં બાદ જ ડેબિટ કરાશે. જો 14 દિવસમાં અરજી પ્રોસેસ ન કરાય અથવા દરખાસ્ત ન સ્વિકારાય તો બ્લોક કરાયેલી રકમ ગ્રાહકને આપમેળે રિલિઝ કરી દેવાશે. આ પહેલથી સુનિશ્ચિત કરી શકાય છે કે પોલિસીધારકનું ફંડ તેમના બેંક ખાતામાં રહે અને જ્યાં સુધી વીમો ઇશ્યૂ કરવાને પુષ્ટિ ન મળે ત્યાં સુધી તેઓ વ્યાજ પ્રાપ્ત કરતાં રહે. બજાજ આલિયાન્ઝ લાઇફે તેના પેમેન્ટ પાર્ટનર્સની સાથે આ પ્રક્રિયાને સફળતાપૂર્વક લોંચ કરી છે.આ અંગે બજાજ આલિયાન્ઝ લાઇફના એમડી અને સીઇઓ તરૂણ ચુઘે કહ્યું હતું કે, “ઇન્સ્યોરન્સ ફોર ઓલ બાય 20247ના વિઝનને અનુરૂપ આઇઆરડીએઆઇ ગ્રાહકોની અનુકૂળતા માટે પારદર્શિતા, વિશ્વાસ અને ડિજિટલાઇઝેશન વધારવાની દિશામાં પ્રશંસનીય પગલાં ભરી રહ્યું છે. વીમા ઇકોસિસ્ટમ મજબૂત કરીને ગ્રાહકોને વધુ લાભ પ્રદાન કરવા આ પગલાં ડિઝાઇન કરાયા છે. અમે આ દિશામાં બીમા-એએસબીએને એક મહત્વપૂર્ણ પગલાં તરીકે સ્વાગત કરીએ છીએ.જીવન વીમા ઉદ્યોગ વધુ મજબૂત બનવ,, પ્રક્રિયાઓને સરળ બનાવવા તથા ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે કામ કરી રહ્યો છે ત્યારે બીમા-એએસબીએ પોલિસીધારકો માટે સુરક્ષા, આત્મવિશ્વાસ અને ફ્લેક્સિબિલિટીનું વધુ એક સ્તર ઉમેરીને આ પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. ગ્રાહકોને અગાઉથી ચૂકવણી કરવાને બદલે તેમના પ્રીમિયમની રકમ બ્લોક કરવાની મંજૂરી આપવાથી જો તેમને પોલિસી ઇશ્યૂ ન કરવામાં આવે તો રિફંડ અંગેની ચિંતાઓને દૂર કરે છે. બજાજ આલિયાન્ઝ લાઇફ ખાત, અમારી કસ્ટમર ફર્સ્ટની ખાતરી અમને સતત ઇનોવેશન માટે પ્રેરણા આપે છે અને બીમા-એએસબીએ આ ફોકસ સાથે સુસંગત છે.”