
ભારતી એરટેલ અને એપલ વચ્ચે નવી સ્ટ્રેટેજિક ભાગીદારી થઇ છે, જે હેઠળ એરટેલના હોમ વાઈ-ફાઈ અને પોસ્ટપેઇડ ગ્રાહકો માટે એપલ ટીવી+ અને એપલ મ્યુઝિકની વિશેષ ઑફર્સ ઉપલબ્ધ રહેશે.રૂ. 999 કે તેથી વધુના હોમ વાઈ-ફાઈ પ્લાન સાથે ગ્રાહકોને એપલ ટીવી+ ના પ્રીમિયમ કન્ટેન્ટનો ઍક્સેસ મળશે. આ ઉપરાંત, પોસ્ટપેઇડ પ્લાન વાળા ગ્રાહકોને 6 મહિના માટે મફત એપલ મ્યુઝિકનો આનંદ માણવાનો મોકો મળશે.એરટેલના ચીફ માર્કેટિંગ ઓફિસર સિદ્ધાર્થ શર્માએ ભાગીદારી વિશે જણાવ્યું કે, “આ સહકાર અમારા ગ્રાહકો માટે મનોરંજનનો એક અનોખો અનુભવ લાવશે.” એપલ ઇન્ડિયાના ડિરેક્ટર શાલિની પોદ્દારે પણ કહ્યું કે, “આ ભાગીદારી ભારતભરમાં મનોરંજન અને સંગીત પ્રેમીઓને વધુ શ્રેષ્ઠતા આપશે.”આ ભાગીદારી દ્વારા એરટેલ ગ્રાહકોને એપલના પ્રખ્યાત શો, ફિલ્મો અને મ્યુઝિકના વિશાળ કલેક્શનનો લાભ મળશે.