
ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા પૈકીના એક પ્યોર ઇવીએ અમદાવાદમાં તેના નવા શોરૂમને લોંચ કરીને તેના ઝડપી વિસ્તરણને આગળ ધપાવ્યું છે. અમદાવાદમાં સાઉથ બોપલ સ્થિત આ નવો શોરૂમ પ્રદેશમાં ટકાઉ અને ઉચ્ચ-પ્રદર્શન ઓફર કરતાં મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરવાની તેની કટીબદ્ધતાને મજબૂત કરે છે.આ લોંચ સાથે પ્યોર ઇવીએ દક્ષિણ ભારતના બજારોની બહાર તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું છે તથા અમદાવાદની વ્યૂહાત્મક મહત્વતા, પ્રગતિશીલ ઇવી નીતિ અને ઇલેક્ટ્રિક મોબિલિટી માટે ગ્રાહકની વધતી માગનો લાભ લેવા માટે સજ્જ છે. શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સ્વિકાર્યરતામાં મજબૂત વધારો પ્યોર ઇવીની ઇનોવેટિવ પ્રોડક્ટ લાઇનઅપ માટે તે આદર્શ માર્કેટ છે, જેમાં અદ્યતન ઇ-સ્કૂટર્સ અને ઇલેક્ટ્રિક મોટરસાઇલ સામેલ છે, જે તેની અદ્યતન બેટરી ટેક્નોલોજી, પાવરફુલ પર્ફોર્મન્સ અને સ્ટાઇલિશ ડિઝાઇન માટે જાણીતી છે. આ નવો શોરૂમ ગ્રાહકોની સુવિધામાં વધારો કરવાની સાથે-સાથે ઇવી ક્રાંતિમાં વધુ ટુ-વ્હીલર પ્રેમીઓને આકર્ષશે. તેનાથી રાજ્યના ઇલેક્ટ્રિફિકેશન અને સસ્ટેનેબિલિટીના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપી શકાશે.આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં પ્યોરના સીઇઓ અને સહ-સ્થાપક રોહિત વડેરાએ કહ્યું હતું કે, “અમે અમદાવાદમાં અમારી ઉપસ્થિતિનું વિસ્તરણ કરતાં ઉત્સાહિત છીએ. આ શહેર ભારતમાં ઇવી સ્વિકાર્યતામાં અગ્રેસર છે. અમારા નેટવર્કના વિસ્તરણ સાથે અમે ગ્રાહકો માટે પ્રીમિયમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ વધુ સુવિધાજનક બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ, જેથી તેમને સસ્ટેનેબલ અને ખર્ચ-કાર્યક્ષમ મોબિલિટી સોલ્યુશન્સથી સજ્જ કરી શકાય. આ નવો શોરૂમ ઉત્તમ અનુભવ ઓફર કરવાની સાથે-સાથે ગ્રાહકો ઇવીની નવી શ્રેણી પ્રાપ્ત કરી શકશે તથા એક્સપર્ટ સેલ્સ અને સર્વિસ સપોર્ટનો લાભ લઇ શકશે.”ઇનોવેશન, વાજબીપણા અને ટકાઉપણું ઉપર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરતાં પ્યોર ઇવી ગુજરાતના મહત્વાકાંક્ષી સસ્ટેનેબિલિટીના લક્ષ્યોને ટેકો આપતા ભારતના ગ્રીન મોબિલિટી તરફના ટ્રાન્ઝિશનને વેગ આપવા માટે કટીબદ્ધ છે. આ નવો લોંચ કરાયેલો શોરૂમ ગ્રાહકો માટે મુખ્ય ટચપોઇન્ટ તરીકે સેવા આપશે, જે તેમને પ્યોર ઇવીની નવીનતમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર શ્રેણીનો પ્રત્યક્ષ અનુભવ કરવાની તક આપશે.