
શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા કોઈ ગૌશાળા નહીં પરંતુ એક વિશાળ ગૌ સેવા મહાઅભિયાન છે. કલ્પ ગુરુદત્તાત્રએય ભગવાન અને ગોપાલ કૃષ્ણ પ્રભુની પરમ પ્રેરણા થી પરમ શ્રદ્ધેય ગૌરૂષિ સ્વામી દત્ત શરણાનંદ મહારાજ દ્વારા આઠ ગાયોની સેવા સાથે પ્રારંભ થયેલ આ ગૌસેવા મહાઅભિયાન વર્તમાનમાં 1,55,000 થી વધુ બીમાર, અશક્ત, કમજોર, અનાથ, ઇજાગ્રસ્ત વેદલક્ષણા ગૌવંશની સેવા શુશુશ્રા થઈ રહી છે. આવા લાખો ગૌવંશની સેવાર્થે ભગવાનના ભક્તો દ્વારા એક અદ્ભુત કથા “શ્રી ભક્તમાલ કથા”નું દિવ્ય આયોજન નિકોલ અમદાવાદમાં પ્રથમવાર કરવામા આવ્યુ છે. આ સાથે જ સનાતન ધર્મપ્રેમી હરિભક્તો – ગૌભકતો પથમેડા ગૌધામ થી પધારેલા ગૌમાતાનું પૂજન સવાર થી સાંજ સુધી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કર્ણાવતી મહાનગરના સનાતનીઓને સહપરિવાર પધારી ગૌમાતાના દર્શન કરવા જોઇએ. “શ્રી ભક્તમાલ કથા”નું આયોજન તા. ૬ થી 10 માર્ચના રોજ રાત્રે 8 થી 1૧ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કથામાં ખૂબ મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહે છે. આ કથાના વક્તા છે ‘બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ મહારાજજી’, સ્થળ છે ‘વિરંજલી મેદાન, શુકન ચારરસ્તા, નિકોલ. આ કથાની સાથે રક્તદાન અને મેડિકલ કેમ્પનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. જેમાં વધુને વધુ લોકોને રક્તદાન કરે અને મેડિકલ કેમ્પનો લાભ લે તેવી વિનંતી કરવામાં આવી છે.