
S/HE ફેસ્ટ 2025ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા GLS University ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા શનિવાર, 8 માર્ચ 2025ના રોજ બે મહત્વપૂર્ણ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું – S/HE વોક અને ગ્રુમિંગ વર્કશોપ. આ બંને કાર્યક્રમો સશક્તિકરણ, સમાનતા અને આત્મવિશ્વાસ જેવા મૂળભૂત મૂલ્યો ને ઉજાગર કરતા હતા. પ્રથમ S/HE વોકની શરૂઆત પ્રેરણાદાયક વાતાવરણમાં થઈ હતી. આ વોકનો મુખ્ય હેતુ લિંગ સમાનતા માટે જાગૃતતા લાવવાનો અને સમાનતાના સંદેશને વિસ્તૃત કરવાનો હતો. વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટાફ આ વોકમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુનિવર્સિટીના સેન્ટ્રલ પ્લાઝાથી આ વોક શરૂ થઈ હતી, જ્યાં “બ્રેક ધ બાયસ” અને “ટુગેધર વી રાઇઝ” જેવા પ્રેરણાદાયક સૂત્રો ધરાવતા બેનરો અને પ્લેકાર્ડ્સ દ્વારા સમાનતાનું પ્રતિક દર્શાવાયું હતું.વોકના અંતે ફેકલ્ટી લીડર્સ દ્વારા પ્રેરણાત્મક ભાષણ આપવામાં આવ્યું હતું, જેમાં સમુદાયના સહયોગ અને લિંગ સમાનતાના પ્રચાર માટેની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમે બધા જ ભાગલેનારા એ પોતાના જીવનમાં સમાનતાના મૌલ્યો સ્થાપિત કરવા માટે પ્રેરિત કર્યા. બીજું મહત્વપૂર્ણ ઇવેન્ટ ગ્રુમિંગ વર્કશોપ હતું, જે મિસ અર્પિતા ખૂબાણી દ્વારા યોજવામાં આવ્યું હતું, જે GLS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સની શ્રેષ્ઠ વિદ્યાર્થી અને પ્રતિષ્ઠિત ગ્રુમિંગ વિશેષજ્ઞ છે. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ આત્મવિશ્વાસ વધારવો, વ્યક્તિગત અભિવ્યક્તિ માટે પ્રોત્સાહન આપવું અને ગ્રુમિંગ કુશળતાઓને સુધારવાનો હતો. મિસ ખૂબાણીએ સત્રની શરૂઆત આ વાતથી કરી કે કેવી રીતે ગ્રુમિંગ વ્યક્તિના આત્મવિશ્વાસ અને વ્યાવસાયિક સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્કશોપમાં ત્વચા સંભાળ, પર્સનલ સ્ટાઇલિંગ, અને અસરકારક બોડી લેંગ્વેજ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સાથે ભાગલનરા ને પ્રથમ છાપ પ્રભાવશાળી બનાવવા અને પોતાની અસલ વ્યક્તિત્વને સ્વીકારવામાં મદદરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વર્કશોપ એ તમામને આત્મવિશ્વાસી બનવા પ્રેરિત કર્યું. આ બંને ઇવેન્ટ્સનું સફળ આયોજન CWDC કમિટી, જેમાં ડૉ. આશલ ભટ્ટ, ડૉ. ગિતાંજલિ રંપલ, અને ડૉ. ભાવના પરવાણીનોમુખ્ય યોગદાન હતું, તેમની અખંડ શ્રમશીલતા અને ઉત્તમ આયોજનના કારણે આ કાર્યક્રમો દરેક માટે યાદગાર બન્યા હતા. S/HE વોક અને ગ્રુમિંગ વર્કશોપ S/HE ફેસ્ટ 2025ના મૂળ મૂલ્યો ને ઉજાગર કરતા, તમામ ભાગલનરા ને સમાનતા,આત્મવિશ્વાસ અને સશક્તિકરણના વિચારોને જગાવ્યા હતા. આ બંને કાર્યક્રમોએ સમાજને વધુ સમાન અને સશક્ત બનાવવામાં સહાયરૂપ થવાનો સંદેશ આપ્યો.