Monday, September 14, 2026
HomeGujaratઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે "જીવા હરિ ફાઉન્ડેશન" દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે...

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદનું “જીવા હરિ ફાઉન્ડેશન” વર્ષ 2021થી કાર્યરત છે અને તેઓ બાળકો અને મહિલાઓના વેલફેર માટે કામ કરે છે. ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાના નેતૃત્વ હેઠળ ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની છે. 8મી માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડેના ભાગરૂપે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી નીકાળવામાં આવી હતી. આ રેલીનો ઉદ્દેશ્ય મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેનો હતો. પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલા જણાવે છે કે, “અમે 100 જેટલી બહેનોને પોતાના રોજગાર અને કામ માટેની ઉપયોગી ચીજવસ્તુઓ પ્રદાન કરી હતી. અમે સરકાર તરફથી મળતી ગરીબ મેળાની કીટ પણ જરૂરિયાતમંદ મહિલાઓને મળી રહે તે માટે કાર્ય કરીએ છીએ. આ રેલીથી અમે ઇચ્છીએ છીએ કે વધુ ને વધુ મહિલાઓ જાગૃત થાય અને અમારી સાથે જોડાય.” ઉલ્લેખનીય છે કે, “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા અત્યાર સુધી 2000 બહેનોને સિલાઈ કામની તાલીમ, 800 બહેનોને બ્યુટી પાર્લર કોર્સની તાલીમ, 200 બહેનોને શિક્ષણ, 1200 બહેનોને લોનનો લાભ આપ્યો છે. આર્થિક રીતે નબળા અને પછાત વર્ગને પણ ખૂબ લાભ મળ્યો. ઉપરાંત, મહિલાઓ દરેક તહેવાર પણ હળીમળીને ઉજવે છે. આવનાર સમયમાં “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા સ્ત્રીઓને મોનોપોઝમાં કાઉન્સેલિંગની સુવિધા તથા માસિક દરમિયાન દરેક વિસ્તારમાં સેનેટરી પેડ્સની વ્યવસ્થા વગેરે અંગે કામગીરી કરવામાં આવશે.વિશ્વના ઘણા દેશો મહિલાઓના અધિકારો , સમાનતા અને તેમના યોગદાનને માન આપવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવાની પ્રેરણા આપવાનો છે. તો આવો આપડે સૌ મળી ને આપડી આસપાસની સ્ત્રીઓનું સન્માન કરીને આ ઉજવણી કરીએ.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here