
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ માં મહિલા કર્મચારીઓ માટે આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો. આ સમારોહ નું સમાપન મંડળ ના વિવિધ વિભાગોની અનેક મહિલા કર્મચારીઓ ને તેમના સતત પરિશ્રમ, સમર્પણ અને રેલ્વે માં યોગદાન આપવા બદલ સન્માનિત કરીને કરવામાં આવ્યું. આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અભિયાન નો વિષય “કાર્યવાહી માં તેજી : એક્સિલરેટ એક્શન” છે. આ કાર્યક્રમ દરમિયાન, મંડળ કાર્યાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમ,સિંગિંગ,ડાન્સ,ક્વિઝ, કવિતા અને શાયરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એપોલો હોસ્પિટલના ડૉ. પ્રિયંકા શ્રીવાસ્તવ એમબીબીએસ, એમડી મેડિસિને, મહિલા સ્વાસ્થ્ય પર આયોજિત સેમિનારમાં મહિલાઓને લગતા કેન્સર પર વ્યાખ્યાન આપ્યું. આ દરમિયાન એપોલો હોસ્પિટલના ડૉ. પ્રિયંકા શ્રીવાસ્તવ એમબીબીએસ, એમડી મેડિસિને, વુમન હેલ્થ પર આયોજિત સેમિનારમાં મહિલાઓને લગતા કેન્સર પર વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદ થી હાજર રહેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી પ્રતાપ સિંહ ઝાલાએ તમામ મહિલાઓને સાયબર ક્રાઈમ વિશે માહિતી આપી હતી.ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માએ માહિતી આપતાં, જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં, મહિલાઓ પોતાની જાતને એવી રીતે પ્રદર્શિત કરવા માં સક્ષમ થઇ છે કે લોકોની માનસિકતા સમાજમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતા કાર્યને ઓળખવા માટે બદલાવા લાગી છે. તે મહિલાઓના અધિકારો, યોગદાન, શિક્ષણ અને તેમની કારકિર્દીની તકો વગેરે વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. અમદાવાદ મંડળ પર પણ મહિલા રેલ્વે કર્મચારીઓ સંપૂર્ણ રીતે પુરુષ કર્મચારીઓની સાથે ઉત્તમ કાર્ય કરી રહી છે. ટ્રેનો ચલાવવાથી લઈને ભારે થી ભારે કાર્યો સક્ષમ રીતે કરી રહી છે.આ પ્રસંગે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદના પ્રમુખ શ્રીમતી સંગીતા શર્માએ જણાવ્યું હતું કે ભારતીય સમાજમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મહિલાઓની ભૂમિકા હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. આપણે પરિવારની વાત કરીએ કે સમાજની, રાજકારણની વાત કરીએ કે અર્થતંત્રની, સ્ત્રીઓ દરેક જગ્યાએ પોતાની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી રહી છે. આજે દુનિયામાં એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓએ પોતાને સાબિત ન કર્યું હોય; મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે.આ કાર્યક્રમ દરમિયાન, શ્રીમતી સંગીતા શર્માએ મંડળ પર કાર્યરત કુલ 34 મહિલા કર્મચારીઓને તેમના દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્ય બદલ મોમેંટો અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા.વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સિદ્ધાર્થના માર્ગદર્શન અને કર્મચારી લાભ નિધિ ના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારી લાભ નિધિ ના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 300 થી વધુ મહિલા કર્મચારીઓ હાજર રહી હતી.