
ભાવનગર ડીવીઝનના તમામ રેલ ખંડોમાં રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવેલ છે તે અંગે સામાન્ય જનતાને સાવધાન કરવામાં આવે છે. હાલમાં બોટાદ-સાબરમતી રેલ ખંડના વિદ્યુતીકરણની કામગીરી ચાલી રહી છે. આ સેક્શનમાં પરીક્ષણ પ્રક્રિયા ચાલી રહી છે. આ રેલ ખંડમાં વીજ પુરવઠો 25.03.2025 (મંગળવાર) ના રોજ 19.00 કલાકથી શરૂ થશે.ભાવનગર ડિવિઝનના તમામ રેલ ખંડોમાં રેલવે લાઇન પર 25,000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે, જે નજીક આવતા જીવલેણ બની શકે છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે દરેકને રેલવે ટ્રેકની નજીક આવવાનું ટાળવા અને રેલવેના હાઈ વોલ્ટેજ ટ્રેક્શન વાયરથી પોતાને અને પશુઓને દૂર રાખવા વિનંતી કરી છે. સામાજિક હિતને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વધુ માહિતી અન્ય લોકોને આપવા વિનંતી.