એસકે યુનિવર્સિટીને મેડિકલ કોલેજ શરૂ કરવા મંજૂરી મળી, ૧૫૦ બેઠકો ફાળવાઈ.

0
13
SK University got approval to start a medical college.
SK University got approval to start a medical college.

(જી.એન.એસ.)મહેસાણા,તા.૨૬
વિસનગરની એક કે યુનિવર્સિટીને કેન્દ્ર સરકારે મેડિકલ કોલેજ શરૂ કરવા માટે મંજૂરી આપી છે. મંજૂરીને પગલે ઉત્તર ગુજરાતની પહેલી સ્વનિર્ભર મેડિકલ શરૂ થશે. સરકારે ૧૫૦ બેઠકોની એમબીબીએસ કોલેજ મંજૂર કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નૂતન મેડિકલ કોલેજ વિસનગરને ૧૫૦ મેડીકલ બેઠકોની મંજૂરી મળી ગઇ છે. આ ૧૫૦ બેઠકો પર આ વર્ષથી ભરવામાં આવશે.
ચૂંટણી પૂર્ણ થતાં મંજૂરીઃ રાજ્યની તમામ ૨૬ બેઠકો પર ૨૩મીએ ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ કેન્દ્રની વર્તમાન મોદી સરકારે તરફથી ઉત્તર ગુજરાતની જનતાને સ્વનિર્ભર મેડિકલ કોલેજની ભેટ આપવામાં આવી છે.