દુનિયાની સૌથી મોટી મેડિકલ ડ્રોન સેવા કરાઇ શરૂ, રોજનાં ૬૦૦ ઉડાન ભરશે

0
25
The world's largest medical drone service will start.
The world's largest medical drone service will start.

(જી.એન.એસ)અકરા,તા.૨૬
ઘાનામાં દુનિયાની સૌથી મોટી મેડિકલ ડ્રોન સેવા શરૂ કરવામાં આવી છે. લગભગ ત્રણ કરોડ આબાદીવાળા આ દેશમાં ડ્રોનની રોજ ૬૦૦ ઉડાન હશે. લગભગ એક કરોડ વીસ લાખ લોકોને તેનાથી ફાયદો થશે. તેનાથી દર્દીઓ માટે ૨૦૦૦ હેલ્થ સેન્ટર્સમાં વેક્સિન, લોહી અને જીવનરક્ષક દવાની સપ્લાય કરાશે. ડ્રોન સર્વિસ માટે ચાર હબ બનાવાયાં છે. દરેક હબમાં ૩૦ ડ્રોન રખાયા છે. આ ડ્રોન્સને કેલિફોર્નિયાની રોબોટિક્સ કંપની ઝિપ લાઇને બનાવ્યું છે.
ડ્રોન સેવાના ઉદ્ઘાટન દરમિયાન રાષ્ટ્રપતિ નાના અકુફો-અદ્દોએ કહ્યું કે તેનાથી દેશના દરેક નાગરિકને જીવનરક્ષક દવાઓ મળશે. હવે ઘાનાના કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ સમયસર દવાઓ ન મળવાના કારણે નહીં થાય.ડ્રોન સેવા પર શરૂઆતમાં ચિંતા પણ વ્યક્ત કરાઇ હતી. કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે હાલમાં દેશમાં ૫૫ એમ્બ્યુલન્સ છે. પૈસાનો ઉપયોગ સ્વાસ્થ્ય સેવાઓને વધુ સજ્જ બનાવવા કરવો જાઇએ.
ઘાના મેડિકલ એસોસીએેશનને પ્રોજેક્ટ સસ્પેન્ડ કરવા પણ કહેવાયું હતું. એવું પણ કહેવાયું હતું કે તેનું પહેલા પરીક્ષણ કરવું જાઇએ. એસોસીએેશનનો દાવો હતો કે તે સ્વાસ્થ્ય ક્ષેત્રની સમસ્યાનો હલ નહીં કરી શકે. ઘાનાની સંસદમાં પ્રોજેક્ટ રખાયો હતો, જેને ૫૮ની સરખામણીમાં ૧૦૨ વોટથી પાસ કરી દેવાયો હતો. ત્યાર બાદ સરકારે જીપ લાઇનને ચાર વર્ષ સુધી પ્રોજેક્ટ ચલાવવા માટે લગભગ રૂ. ૮૪ કરોડ આપ્યા હતાં.