નવી દિલ્હી, તા.૭
બજેટમાં કેન્દ્ર સરકારે ઉંચી આવકવાલા લોકો ઉપર વધુ ટેક્સ લાગૂ કર્યા છે. આનાથી આ વર્ગના લોકોમાં અસંતોષ છે. સરકારે કહ્યું છે કે, બે કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક કમાણી કરનાર લોકો પર ટેક્સ વધારવામાં આવ્યો હોવા છતાં અનેક દેશોની સરખામણીમાં આ ટેક્સ હજુ ઓછો છે. કેનેડા, અમેરિકા અને ફ્રાંસ જેવા દેશોમાં સુપરરિચ લોકો ઉપર ખુબ વધારે ટેક્સ છે. જા કે, નારાજ લોકોની એવી દલીલ છે કે, આ દેશોમાં વધારે ટેક્સ લેવામાં આવે છે પરંતુ સાથે સાથે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવી મફત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ શ્રેણીમાં રહેલા લોકો પબ્લક હેલ્થકેર અને એજ્યુકેશન ઉપર આધારિત નથી. બ્રિટન, ચીન અને દક્ષિણ આફ્રિકામાં વધુ આવક ધરાવતા લોકો ઉપર લાગૂ થનાર ટેક્સ સરખામણી કરી શકાય તે મુજબ છે. હવે બે કરોડથી ઉપરની આવક પર ૩૯ ટકા ઇન્કમટેક્સની ચુકવણી કરવી પડશે જ્યારે પાંચ કરોડથી ઉપરની આવકવાળા લોકોને ૪૨.૭ ટકા જેટલો ઉલ્લેખનીય ટેક્સ ચુકવવાની જરૂર પડશે.