Saturday, March 7, 2026
HomeEntertainment'ટટીરી' સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને માફી માંગી

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને માફી માંગી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...
spot_img

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે. બાદશાહ તેના નવા ગીત ‘ટટીરી’ને લઈને વિવાદમાં આવ્યા છે. હરિયાણા મહિલા આયોગે ગીતમાં વપરાયેલા લિરિક્સ અને વિઝ્યુઅલ સામે વાંધો ઉઠાવ્યો છે. હરિયાણામાં ઘણી જગ્યાએ રેપર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, અને તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. બાદશાહે હવે આ વિવાદ માટે માફી માંગી છે. ‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને માફી માંગી છે. બાદશાહે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે ગીત ‘ટટીરી’ને લઈને લોકોને થયેલી અસુવિધા બદલ માફી માંગી હતી. તેણે કહ્યું, “મારું નવું ગીત રિલીઝ થયું છે અને હું જોઉં છું કે તેના એક ભાગમાં મારા લિરિક્સ અને વિઝ્યુઅલના કારણે જે સંદેશ આપવામાં આવ્યો છે તેનાથી ઘણા લોકોની ખાસ કરીને મારા રાજ્ય હરિયાણાના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.”બાદશાહે કહ્યું કે, “સૌ પહેલા હું એ કહેવા માંગુ છું કે હું પોતે હરિયાણાનો છું. જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે મારી બોલી, ખાન-પાનની ટેવ, જીવનશૈલી, મારી ઓળખ, બધું જ હરિયાણાનું છે. હું ગર્વથી હરિયાણવી છું. હરિયાણાના કોઈપણ બાળક કે મહિલા વિશે આવી અભદ્ર વાતો કહેવાનો મારો ક્યારેય કોઈ ઇરાદો નહોતો. હું પોતે હિપ-હોપ ઝોનર છું. ગીતના લિરિક્સ ક્યારેય કોઈ સ્ત્રી કે બાળક માટે નહોતા અને હું ક્યારેય આવું કંઈ કરીશ નહીં.” વધુમાં બાદશાહે જણાવ્યું કે, ‘મે હંમેશા હરિયાણાના કલ્ચરને આગળ વધારવાની કોશિશ કરી છે. જો આ ગીતથી જો કોઈની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું માફી માંગુ છુ. હું આશા રાખુ છુ કે, તમે મને હરિયાણાનો દીકરો સમજીને માફ કરો.’

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here