Thursday, November 28, 2024
HomeGujaratAhmedabadએલડી કોલેજમાં પૂર્વ વિદ્યાર્થી દ્વારા મારામારી તેમજ તોડફોડ

એલડી કોલેજમાં પૂર્વ વિદ્યાર્થી દ્વારા મારામારી તેમજ તોડફોડ

Date:

spot_img

Related stories

આઇએચસીએલએ ગુજરાતના કંડલામાં ગેટવે રિસોર્ટ માટે હસ્તાક્ષર કર્યાં

ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ...

સુપગેમિંગના બેટલ રોયાલે 50 લાખ ડાઉનલોડ્સ વટાવ્યા; મનિલામાં પ્રથમ...

સુપરગેમિંગની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઇન્ડો-ફ્યુચરિસ્ટિક...

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર, 23 વર્ષના ક્રિકેટરનું...

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બોર્ડર-ગાવસ્કર...

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કર્યું ઇન્વેસ્કો ઇન્ડિયા મલ્ટી એસેટ...

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેનાં નવા ફંડ ઇન્વેસ્કો મલ્ટી એસેટ...

IPL હરાજી બાદ RCB સામે મોટું સંકટ, વિરાટ સાથે...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શન સોમવારેસાઉદી અરેબિયાના...

વક્ફ બિલ અંગે મોટા સમાચાર, સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ...

સંસદના શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય...
spot_img

પૂર્વ વિદ્યાર્થી મોહન દેસાઇ દ્વારા અધ્યાપક સાથે મારામારી બહારથી પણ કેટલાક શખ્સોએ આવીને તોડફોડ મચાવી

અમદાવાદ, તા.૧૨
શહેરની પ્રતિષ્ઠિત ગણાતી એલ.ડી.આટ્‌ર્સ કોલેજમાં મોહન દેસાઈ નામના પૂર્વ વિદ્યાર્થીએ તોડફોડ અને મારામારી કરી જારદાર દંગલ મચાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. એક તબક્કે બહારથી પણ કેટલાક આસામાજિક તત્વો એલ.ડી આર્ટસ કોલેજમાં હથિયારોસાથે ઘૂસી આવી તોડફોડ મચાવતાં સમગ્ર કોલેજ કેમ્પસમાં ભય અને ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. ખાસ કરીને કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. શિક્ષણજગતને લાંછન લગાડતાં આ બનાવને પગલે શિક્ષણજગતમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઇ હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એલ.ડી.આર્ટસ કોલેજના પૂર્વ વિદ્યાર્થી મોહન દેસાઈ આજે નશાની હાલતમાં એલ.ડી.આટ્‌ર્સ કોલેજમાં આવ્યો હતો અને તેણે પાંચ એડમિશન લખી આપવા માટે અધ્યાપક અને કોલેજ સત્તાધીશો પર દબાણ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, કોલેજની વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તૂણુંક કરી હતી. જાતજાતામાં બબાલ વધતાં એક તબક્કે પૂર્વ વિદ્યાર્થીએ મર્યાદા ઓળંગી કોલેજના અધ્યાપક સાથે મારા મારી કરી હતી અને તોડફોડ મચાવવાનું શરૂ કર્યું હતું, બાદમાં તેના સમર્થનમાં અન્ય કેટલાક બહારના શખ્સો પણ હથિયારો સાથે કોલેજ કેમ્પસમાં થોડીવારમાં ઘૂસી ગયા હતા અને જારદાર તોડફોડ અને ધમાલ મચાવતાં કોલેજ કેમ્પસનું વાતાવરણ ડહોળાઇ ગયુ હતું. મારામારી અને તોડફોડને પગલે કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ કર્મચારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવને લઇ બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આઇએચસીએલએ ગુજરાતના કંડલામાં ગેટવે રિસોર્ટ માટે હસ્તાક્ષર કર્યાં

ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ...

સુપગેમિંગના બેટલ રોયાલે 50 લાખ ડાઉનલોડ્સ વટાવ્યા; મનિલામાં પ્રથમ...

સુપરગેમિંગની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઇન્ડો-ફ્યુચરિસ્ટિક...

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર, 23 વર્ષના ક્રિકેટરનું...

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બોર્ડર-ગાવસ્કર...

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કર્યું ઇન્વેસ્કો ઇન્ડિયા મલ્ટી એસેટ...

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેનાં નવા ફંડ ઇન્વેસ્કો મલ્ટી એસેટ...

IPL હરાજી બાદ RCB સામે મોટું સંકટ, વિરાટ સાથે...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શન સોમવારેસાઉદી અરેબિયાના...

વક્ફ બિલ અંગે મોટા સમાચાર, સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ...

સંસદના શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here