જીવન વિમા નામે પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ : આઠની ધરપકડ

0
9

૧૬ યુવતીઓને નોટિસો : ગેંગ દ્વારા હજુ સુધી ગુજરાતમાં ૫૯૯ લોકો સાથે છેતરપિંડી આચરાઇ
ચાર સેવા)
અમદાવાદ, તા.૨૫
લાઈફ ઈન્શ્યોરન્સ પાલીસી લેવાના, રિફંડ, પોલીસ બંધ કરાવા તેમજ જુદા-જુદા બહાને લોકો પાસેથી પૈસા પડાવતી દિલ્હીની ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાચં ઝડપી પાડી બહુ મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી ૧૮ મોબાઈલ, ૨૧ વોકિફોન, ત્રણ સીપીયુ, વાઇફાઇ રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં પૂછપરછ અને તપાસના ભાગરૂપે ૧૬ યુવતીઓને પણ નોટિસ આપી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વાડજ વિસ્તારના એકાઉન્ટન્ટને ફોન કરીને કોઇ અજાણ્યા શખ્સે જણાવ્યું હતું કે, તમારા પિતાજીના નામે પોલીસી પાકી ગઈ છે. જેના તમારે રૂ.૧.૮૦ લાખ લેવા હોય તો નવી પાલીસી લેવી પડશે. તેમ કહીં એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ પોલીસી લેવડાવી હતી અને અન્ય પો લીસી બંધ કરાવવા તેમજ જુદા-જુદા ચાર્જ પેટે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.૩૭.૭૩ લાખ ભરાવ્યા હતા. આખરે આ સમગ્ર મામલો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ સુધી પહોંચ્યો હતો. આ મામલે સાયબર ક્રાઈમે ટેક્નિકલ એનાલિસિસના આધારે દિલ્હીથી ૧૬ યુવતીઓ સહિત અગાઉ ૨૪ લોકોની ધરપકડ કરાઇ હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપીઓ એક કંપની ચલાવતા હતા. જેમાં અલગ-અલગ ત્રણ પ્રોસેસ ચલાવતા હતા. જેમાં (૧) એમબીબીએસ અને નીટની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે માર્ગદર્શન આપતા હતા, (૨) ફિક્સ ડિપોઝિટ સ્કીમ ચલાવતા હતા, જેમાં એક વર્ષ માટે ફિક્સ ડિપોઝિટના નામે પાસે પૈસા પડાવતા હતા અને (૩) રિયલ એસ્ટેટની પ્રોસેસ કરતા હતા. આ કંપનીના ઓથા હેઠળ ભારતીય લાઈફ એક્સાઇડ અને અન્ય પોલીસીનો ડેટા મેળવી, રિફંડ, પોલીસ બંધ કરાવા તેમજ જુદા-જુદા બહાને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. આરોપીઓ દ્વારા અલગ-અલગ ૧૦ બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરાવેલા હતા. આરોપી ઈમરાન સૈફી અગાઉ ઈન્શ્યોરન્સ કંપનીમાં કામ કરતો હોવાથી તેને પૂરતું જ્ઞાન હતું. અત્યારસુધીમાં આ ટોળકીએ ગુજરાતમાંથી ૫૯૯ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની માહિતી સામે આવી છે. જેથી સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં આ સમગ્ર કૌભાંડમાં વધુ નવા અને ખુલાસા થવાની પૂરી શકયતા છે.