Monday, June 29, 2026
HomeGujaratAhmedabadદહિયા પ્રેમ પ્રકરણમાં તપાસ સમિતિની અંતે રચના કરાઈ

દહિયા પ્રેમ પ્રકરણમાં તપાસ સમિતિની અંતે રચના કરાઈ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

પાંચ સભ્યોની આ તપાસ સમિતિ સમગ્ર પ્રકરણમાં તપાસ કરી પંદર દિવસમાં રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કરશે
અમદાવાદ, તા.૨૫
ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા અને તેમની કથિત બીજી પત્ની લીનુ સિંહે સામસામે ફરિયાદો કરતા સમગ્ર મામલે વિવાદ વધુ ઘેરો બનતાં અને રાજકારણ ગરમાતાં આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયાના આ કથિત પ્રેમ અને લગ્ન પ્રકરણમાં તલસ્પર્શી તપાસ માટે ત્રણ મહિલા આઇએએસ અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. રાજયના અગ્રસચિવ સુનયના તોમરના અધ્યક્ષ સ્થાને રચાયેલી આ તપાસ સમિતિ પંદર દિવસમાં સમગ્ર મામલે પોતાનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપ્રત કરશે. મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, તેમાં અધ્યક્ષા તરીકે અગ્ર સચિવ સુનયના તોમર રહેશે. તપાસ સમિતિના અન્ય સભ્યોમાં મમતા વર્મા-આઇએએસ, સોનલ મિશ્રા-આઇએએસ તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવ દેવીબહેન પંડ્‌યા અને સભ્ય સચિવ તરીકે નાયબ-સંયુક્ત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે. ઉલ્લેખનીય છે કે, આઇએએસ ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા, આ દરમ્યાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તા.૨૨ જુલાઇએ તેમની બદલી કરીને સંયુક્ત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મુકી દીધા છે. આ મામલે સામાન્ય વહીવટી વિભાગના વડા તરીકે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, હવે આ સમગ્ર મામલે તપાસ સોંપી દેવામાં આવી છે અને તપાસ રિપોર્ટ બાદ પગલા લેવામાં આવશે. ગૌરવ દહિયાની અરજીને લઈને મુખ્ય સચિવને માહિતગાર કરવામાં આવ્યા છે. દહિયાની પૂર્વ પત્નીને પણ અરજી અંગે માહિતી આપવામાં આવી છે. દહિયાના પ્રેમ સંબંધોથી પૂર્વ પત્ની શિવાની પણ અજાણ હતી.
આ અંગે શિવાનીએ જીએડી(જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ)ને જાણ કરી છે. આ અરજીના આધારે જ દહિયાએ બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા હોવાની વાત પણ સૂત્રોમાંથી જાણવા મળી છે. જા કે, આગામી દિવસોમાં આ સમગ્ર પ્રકરણમાં નવા ખુલાસા થાય તેવી પૂરી શકયતા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here