મુંબઇ,તા. ૨૬
સોશિયલ મિડિયા હવે કમાણીના મોટા સાધન તરીકે છે. ટોપની સેલિબ્રિટીઓ તો પોસ્ટ કરીને જંગી આવક પણ મેળવતા રહે છે. હવે પ્રિયંકા ચોપડા પણ જંગી કમાણી કરી રહી છે. પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખવાના બદલે કરોડો રૂપિયા મેળવે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર હાલમાં ચાર કરોડ ૩૦ લાખ ફોલોઅર્સ રહેલા છે. તેની સોશિયલ મિડિયા પર બોલબાલા અકબંધ રહેલી છે. ટીવી અને અખબારોની સાથે સાથે હવે સોશિયલ મિડિયા પર વધારે ઝડપથી જાહેર ખબર આપવામાં આવે છે. મોટી મોટી કંપનીઓ મોટા સ્ટાર્સને જંગી નાણાં આપે છે. આ લોકો જંગી નાણાં આપીને સેલિબ્રિટીઓ પાસેથી લેખ લખાવે છે. પોસ્ટ લખાવે છે. તેમના પોસ્ટ એક સાથે લાખો લોકોમાં પહોંચી જાય છે. જાણકાર લોકોના કહેવા મુજબ પ્રિયંકા ચોપડા તો એક ફોટો શેયર કરવા માટે પણ ૧.૮ કરોડ રૂપિયા મેળવે છે. હકીકતમાં બ્રિટનની એક સોશિયલ મિડિયા મેનેજમેન્ટ કંપનીએ ૨૦૧૯ ઇન્સ્ટાગ્રામ પર રિચ લિસ્ટ જારી કરે છે. જેમાં બોલિવુડમાં અભિનેત્રીઓ પણ સામેલ રહી છે. આ યાદીમાં ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરવાના મામલે મોડલ કાયલી જેનર પ્રથમ સ્થાને છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવા માટે કુલ ૧.૮૭ કરોડ રૂપિયા મેળવે છે.જ્યારે પ્રિયંકા ચોપડાના સૌથી વધારે ફોલોઅર્સ રહેલા છે. તેને આ વર્ષે જ મોસ્ટ ફોલો એકાઉન્ટ માટેના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. જા કે પ્રિયંકા ચોપડા દ્વારા આ સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરી નથી. નીક જાનાસ સાથે લગ્ન કર્યા બાદ તે હવે ભારતમાં ખુબ ઓચા સમય સુધી રહે છે. તે મોટા ભાગે વિદેશમાં રહે છે. હિન્દી ફિલ્મોમાં પણ તે સક્રિય નથી.