મુંબઇ,તા.૨૬
બોલિવુડમાં સ્ટાર કિડ્સની એન્ટ્રીનો દોર જારી રહ્યો છે. વિતેલા વર્ષોના તમામ લોકપ્રિય સ્ટારના બાળકો બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. હવે એક્શન સ્ટાર સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી પણ એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. સુનિલ શેટ્ટીની પુત્રી પહેલાથી જ બોલિવુડમાં પ્રવેશ કરી ચુકી છે. હવે પુત્ર પણ એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તરીકે હવે સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે કેરિયર શરૂ કરનાર તારા સુતરિયા નજરે પડનાર છે. તેને વઘુ એક સારી ફિલ્મ હાથ લાગી ગઇ છે. તારા ફિલ્મ આરએક્સ ૧૦૦ની હિન્દી રીમેકમાં નજરે પડનાર છે. આ ફિલ્મ એઅક લવ સ્ટોરી ફિલ્મ છે. ફિલ્મના નિર્દેશન તરીકેની જવાબદારી સંભાળી રહેલા મિલન લુથરિયાએ કહ્યુ છે કે પટકથા ખુબ રોમાંચક રાખવામાં આવી રહી છે. લોકો ફિલ્મની પટકથાથી રોમાંચિત થઇ જશે. તેમનુ કહેવુ છે કે તારા અને અહાનને રિહર્સલ કરતા તેઓ જાઇ ચુક્યા છે. જેથી દાવા સાથે કહી શકે છે કે આ જાડી જાદુ જગાવશે. તેમની વચ્ચે જારદાર કેમિસ્ટ્રી રહેલી છે. અમે હવે આ ફિલ્મના શુટિંગ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. હાલમાં આ ફિલ્મ પ્રી પ્રોડક્શન દોરમાં છે. ફિલ્મના અન્ય કલાકારો પસંદ કરવામાં આવી રહ્યા છે. ટુંક સમયમાં જ વે શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મના એક્શન સીન માટે અહાન ખુબ મહેનત કરી રહ્યો છે. ફિલ્મમાં કામ કરવા માટે તારા તૈયાર થયા બાદ હવે કોઇ પણ સમય શુટિંગને શરૂ કરવામાં આવનાર છે. ઓગષ્ટ મહિનાથી શુટિંગ કરવાની યોજના છે.