મુન્ના લાહોરીને અન્ય સાગરિતની સાથે સેનાએ ઠાર કરીને મોટી સફળતા મેળવી ઃ અનેક હુમલાઓમાં સામેલ હતો
શ્રીનગર,તા. ૨૭
દક્ષિણ કાશ્મીરમાં ત્રાસવાદીઓના પર્યાય બની ચુકેલા જૈશના ટોપ કમાન્ડર મુન્ના લાહોરી-બિહારીને સુરક્ષા દળોએ આખરે ઠાર કરી દેવામાં સફળતા મેળવી છે. આ સફળતાને ખુબ મોટી સફળતા તરીકે ગળવામાં આવે છે. સુરક્ષા દળોએ બદલો લઈને જૈશના ૧૯ વર્ષીય આઈઈડી નિષ્ણાંતને અથડામણમાં ઠાર કરી દીધો છે. પાકિસ્તાનનો નિવાસી મુન્ના લાહોરી ખુબ ખતરનાક શખ્સ તરીકે હતો. તેની સાથે તેના અન્ય એક સાથીને પણ ઠાર કરી દેવામાં આવ્યો છે. મુન્ના લાહોરીને મોતને ઘાટ ઉતારતાની સાથે જ સુરક્ષા દળોએ ૧૭ જુનના દિવસે કરવામાં આવેલા આઈઈડી બ્લાસ્ટનો બદલો લીધો હતો. મુન્ના લાહોરી બોમ્બ બનાવવામાં નિષ્ણાંત હતો અને ખુબ ખતનાક ઈરાદા સાથે ભારત આવ્યો હતો. પોલીસના કહેવા મુજબ બનિહાલમાં આ વર્ષે માર્ચ મહિનામાં સુરક્ષા દળો પર કરવામાં આવેલા કાર હુમલામાં તેનો હાથ હતો. જૈશના લિડરો મુન્નાના માધ્યમથી સ્થાનિક યુવાનોની ભરતી પણ કરી રહ્યા હતા. એમ માનવામાં આવે છે કે, કલાકો સુધી અથડામણ ચાલી હતી. બંન્ને ત્રાસવાદીઓ પાસેથી હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મુન્ના લાહોરીને ઠાર કરવામાં આવ્યા બાદ સાવચેતીના પગલારૂપે તંત્ર દ્વારા ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી. મુન્ના લાહોરી વાહનોમાં ફીટ કરવામાં આવતા બોમ્બ બનાવવામાં નિષ્ણાંત હતો. સુરક્ષા દળોએ લાહોરીને પકડી પાડવા માટે છેલ્લા કેટલાક દિવસથી પુલવામા અને શોપિયન વિસ્તારમાં ઓપરેશન તીવ્ર બનાવ્યું હતું. જમ્મુ કાશ્મીરના શોપિયન વિસ્તારમાં ભારતીય સેના અને ત્રાસવાદીઓ વચ્ચે આ ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણમાં બે કુખ્યાત ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. જાણકાર લોકોના કહેવા મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયનના બોના બજારમાં બેથી ત્રણ ત્રાસવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કહ્યુ છે કે ત્રાસવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ તરત જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સુરક્ષા દળોએ બાતમી બાદ શોપિયન શહેરના બોનબજારને ચારેબાજુથી ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમ જ છુપાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કરતા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. કલાકો સુધી સામ સામે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. હાલના વર્ષોમાં સુરક્ષા દળોને અનેક મોટી સફળતા મળી ચુકી છે. કારણ કે સેનાએ ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યુ છે. આ ઓપરેશનના ભાગરૂપે મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ અને તેમના ટોપ લીડરો ફુંકાઇ ગયા છે. જેથી ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. ત્રાસવાદીઓ સામે જારદાર ઓપરેશન જારી રહેતા ત્રાસવાદીઓ હવે તેમના અÂસ્તત્વની લડાઇ લડી રહ્યા છે. કાશ્મીરમાં ત્રાસવાદીઓ હિંસા ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છે.