પ્રોપર્ટી જપ્ત કરવા વિરૂદ્ધ માલ્યાની અંતે રજૂઆત

0
42

નવી દિલ્હી, તા.૮
કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયેલા શરાબ કારોબારી વિજય માલ્યાએ તેમની અને તેમના સગાસંબંધીઓની માલિકીની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી ઉપર સ્ટે મુકવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી દીધી છે. પોતાની અરજીમાં માલ્યાએ કહ્યું છે કે, કિંગફિશર એરલાઈન્સ સિવાયની અન્ય કોઇપણ પ્રકારની સંપત્તિને ગેરકાયદે કેસોના મામલામાં જપ્ત કરવી જાઇએ નહીં. ૧૧મી જુલાઇના દિવસે મુંબઈ હાઈકોર્ટે માલ્યાની પ્રોપર્ટીને જપ્ત કરવાના મામલામાં ખાસ અદાલત સમક્ષ કાર્યવાહી ઉપર સ્ટે મુકવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટની ડિવિઝન બેંચે વિજય માલ્યાની અરજી પર સુનાવણી ચલાવી હતી જેમાં મની લોન્ડરિંગ એક્ટ સાથે સંબંધિત ખાસ અદાલતમાં રહેલા કેસો સમક્ષ કાર્યવાહી પર સ્ટે મુકવાની માંગ કરવામાં આવી હતી. આ વર્ષે ૫મી જાન્યુઆરીના દિવસે ખાસ મની લોન્ડરિંગ એક્ટ સંબંધિત અદાલતે માલ્યાને ફરાર આર્થિક અપરાધિ તરીકે જાહેર કર્યો હતો અને ત્યારબાદથી તેમની સંપત્તિ જપ્ત કરવાની શરૂઆત થઇ હતી.