મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે લોકો સાવધાન

0
33

મુંબઈ, તા. ૨૮
દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈ સહિત મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં આજે પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. જેના લીધે નિચાણવાળા વિસ્તારોમાં લોકોને મુશ્કેલી પડી હતી. ગઇકાલે અતિભારે વરસાદ બાદ આજે પણ લોકોને કોઇ વધારે રાહત મળી ન હતી. મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે તંત્ર સાવચેત બનેલું છે. મુંબઈમાં ગઇકાલે ૨૧૯ મીમીથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો હતો. આજે પણ દોર જારી રહ્યો હતો. ગઇકાલે મુંબઈથી ૧૦૦ કિલોમીટરના અંતરે બદલાપુર-વાંગની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેનમાં ફસાઈ ગયેલા ૧૦૫૦થી વધુ લોકોને બચાવી લેવાયા બાદ હવે વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. મુંબઈમાં તંત્ર સંપૂર્ણપણે સાવચેત છે. મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ચેતવણી પહેલાથી જ જારી કરવામાં આવી છે. મુંબઈમાં ચીફ પÂબ્લક રિલેશન ઓફિસરના કહેવા મુજબ ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાના કારણે પાંચ ટ્રેનોને રદ કરવામાં આવી છે જ્યારે છ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જેથી આગામી બે દિવસ સુધી દરિયાઈ કિનારે ન જવા માટે લોકોને સુચના આપવામાં આવી છે. લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં ગઇકાલથી જ હાલત કફોડી બનેલી છે. મુંબઈમાં વ્યસ્ત રહેતા વિસ્તારોમાં જનજીવન ઉપર અસર થઇ છે. ગઇકાલે બચાવ અને રાહત કામગીરી માટે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ પણ લેવાઈ હતી. મુંબઈમાં ઘણા વિસ્તારો હજુ પણ પાણીમાં છે. લોકોને બહાર ન નિકળવા માટે કહેવામાં આવ્યું.