નવીદિલ્હી, તા. ૩૦
લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરી દેવામાં આવ્યા બાદ આજે રાજ્યસભામાં પણ ત્રિપલ તલાક બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું. આની સાથે જ મોટી કુપ્રથાનો અંત આવી ગયો છે. ૨૪મી જુલાઈ બાદથી મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવ્યા હતા. સુપ્રીમના ચુકાદા બાદ પણ ત્રિપલ તલાકના મામલા બની રહ્યા હતા. આંકડા દર્શાવે છે કે, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટના આ સંદર્ભમાં ચુકાદા બાદ પણ વિવાદનો ઉકેલ આવ્યો નથી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ કહી ચુક્યા છે કે, મુસ્લમ મહિલા બિલને લઇને ખુબ મહત્વપૂર્ણ બાબત રહેલી છે. જાન્યુઆરી ૨૦૧૭થી હજુ સુધી ૫૭૪ આવા મામલા આવી ચુક્યા છે. એક મિડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, નિકાહ બાદ માત્ર ૧૨ કલાક બાદ એક શખ્સે પત્નને તલાક આપી દીધા હતા. કારણ એ હતું કે, પત્ન તમાકુ વાળા બ્રસ સાથે દાંત સાફ કરતી હતી. મોબાઇલ ઓપરેટર પત્નના અશ્લિલ વિડિયો બનાવી રહ્યા હતા. વિરોધ કરવામાં આવતા તલાક આપી દેવામાં આવ્યો હતો. આ પ્રકારની સ્થતિમાં શું કરવામાં આવે તે તમામ લોકો સમજી શકે છે. મુસ્લમ બહુમતિવાળા દેશો પણ ત્રિપલ તલાકને ખતમ કરી ચુક્યા છે. આ કુપ્રથાનો અંત આવે તે જરૂરી છે. આનો ઇરાદો ખુબ મહત્વપૂર્ણ રહેલો છે.