મિત્ર, દોસ્ત આ એક એવું સંબંધ છે માણસ પોતે બનાવે છે, નહીતરં બાકીના બધા સંબંધતો અમારા જન્મથી જ બની જાય છે જેમ કે માતા-પિતા ભાઈ-બેન કાકા-કાકી બધા, પણ મિત્રતા એક સંબંધ છે જે સગો ન હોવા પણ સગાને જેવું સંબંધ હોય છે. જે કોઈ પણ ઉમ્રના માણસની સાથે કે કોઈને પણ થઈ શકે છે.
લોકોના વચ્ચે મિત્રતા એક વિશ્વાસપાત્ર અને નિષ્ઠાવાન સંબંધ છે. અમે આખા જીબન એકલા જીવી નહી શકતા અને ખુશીથી જીવવા માટે કોઈ વિશ્વસનીય સાથીની જરૂર હોય છે. જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ વસ્તુઓ હોવા સિવાય પણ એક માણસના જીવનમાં મિત્રતા એક ખૂબ જ મૂલ્યવાન સંબંધ છે. કોઈ પણ ખુશીમા પળને શેયર કરવા માટે એક મિત્રની જરૂર હોય છે. મિત્રતા એક અંતરંગ સંબંધ છે જેના પર હમેશા માટે વિશ્વાસ કરી શકાય છે.
દોસ્તી આ કોઈ ઉમ્ર, લિંગ અને માણસના પદ પર સીમિત નહી હોય છે એટલે કે મિત્રતા કોઈ પણ ઉમર, વર્ગ કે પુરૂષની પુરૂષથી, મહિલાની મહિલાથી કે કોઈ માણસ કે જાનવર વચ્ચે પણ થઈ શકે છે. ” યાદ કરો ફિલ્મ હાથી મેરે સાથી” માં કેવી
રીતે હાથી સાચો સાથે હોય છે.
સારા મિત્રો એક બીજાની સંવેદનાઓ અને ભાવનાઓને વહેંચે છે. જે સ્વસ્થ હોવા અને માનસિક સંતુષ્ટિની લાગણી કરાવે છે. એક મિત્ર કે દોસ્તીમાં શામેલ બે માણસોનો સ્વભાવમાં કેટલીક એકરૂપતા હોવા સિવાય તેની જુદી જુદી વિશેષતાઓ પણ હોય છે. પણ વગર એક બીજાને બદલી તેમણે એક બીજાની જરૂર હોય છે.
આપણા જીવનમાં એક સાચો મિત્ર મળતા માણસ ખૂબ ભાગ્યશાળી કહેવાય છે. સાચી મિત્રતા જીવનમાં ઘણા યાદગાર મીઠા અને ખુશનુમા અનુભવ આપે છે. કોઈના જીવનમાં મિત્રતા સૌથી બહૂમૂલ્ય સંપત્તિ છે.જેને કોઈ ક્યારે પણ ગુમાવવા નહી ઈચ્છતા.