વડોદરાના સયાજીબાગ ઝૂમા પાણી ઘુસ્યા

0
8

વડોદરા, તા. ૧
વડોદરા શહેરમાં ગઇકાલે ખાબકેલા ૨૧ ઇંચ જેટલા અતિ ભારે વરસાદના મેઘતાંડવ બાદ શહેરમાં સર્જાયેલી તબાહી અને તારાજીની પરિસ્થતિ વચ્ચે વડોદરાના પ્રખ્યાત સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય પણ પાણીમાં ડૂબેલું જાવા મળ્યું હતું. સમગ્ર પ્રાણીસંગ્રહાલયમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે પ્રાણીસંગ્રહાલયમાં રખાયેલા પ્રાણીઓની હાલત ભારે કફોડી અને દયનીય બની રહી હતી. ઝુ સત્તાવાળાઓ દ્વારા પાણીના નિકાલ અને પ્રાણીઓ તેમ જ પશુ-પક્ષીઓની સારસંભાળ અને તેમની આરોગ્યવિષયક પગલાં સંબંધી તજવીજ હાથ ધરાઇ હતી.