Monday, September 14, 2026
HomeGujaratવડોદરામાં પૂરના પાણી વચ્ચે મગરો ઘૂસ્યા : લોકોમાં ભય

વડોદરામાં પૂરના પાણી વચ્ચે મગરો ઘૂસ્યા : લોકોમાં ભય

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

વિશ્વામિત્રીમાં રહેતા ૩૦૦ મગર હવે ઘર અને બજારોમાં ઘુસે એવી સંભાવનાઓ ઃ ૩ મગરમચ્છ પકડી લેવાયા છે

અમદાવાદ, તા.૧
વડોદરામાં માત્ર ૧૪ કલાકમાં જ ૨૧ ઈંચ વરસાદ ખાબકતા વડોદરા શહેર આખુ જાણે જળમગ્ન બન્યું છે ત્યારે હવે મેઘતાંડવ અને જળબંબાકારની Âસ્થતિ વચ્ચે વડોદરાવાસીઓ વધુ એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ૨૧ ઇંચ જેટલા અતિ ભારે વરસાદ અને પૂરના પાણીમાં હવે વિશ્વામિત્રી નદીના મગરો પણ વડોદરામાં લોકોના ઘરો, મકાનો અને સોસાયટીઓ, દુકાનો-બજારો સુધી તરત આવી ગયા છે. રહેણાંક વિસ્તારોમાં મગરો અને તેના બચ્ચાંઓને જાઇને વડોદરાવાસીઓ સહિત રાજયના અન્ય પ્રજાજનોમાં પણ ભારે આશ્ચર્યની લાગણી ફેલાઇ ગઇ છે. ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં આવી ચઢેલા મગરો અને તેના બચ્ચાઓને લઇ વડોદરાવાસીઓમાં ખાસ કરીને મહિલા અને બાળકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. મગરો પૂરના પાણીમાં રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓ અને મકાનો સુધી ઘૂસી આવ્યો હોવાની મળેલી વ્યાપક ફરિયાદો બાદ તંત્ર અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના જવાનોએ મગરોને પકડી પકડીને તેને પાછા વિશ્વામિત્રી નદીના પાણીમાં છોડવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરામાં ગઇકાલે આભ ફાટયા બાદ હવે શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી હતી. જેના કારણે વિશ્વામિત્રી નદીમાં રહેતા ૩૦૦ મગર હવે ઘર અને બજારોમાં ઘુસે એવી શક્યતાઓ છે. આ અગાઉ વર્ષો પહેલાં જયારે વડોદરામાં પૂર આવ્યું ત્યારે શહેરની વિવિધ સોસાયટી, બજારો અને ઘરમાં મગરો ઘુસી ગયા હતા અને લોકો પર હુમલા કર્યાના બનાવો બન્યા હતા. આ વખતે પણ મેઘતાંડવ બાદ જળબંબાકાર અને પૂરના પાણી ફરી વળતાં વડોદરાના કેટલાક રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને મકાનોમાં મગરો અને તેના બચ્ચાં પાણી સાથે ઘૂસી આવ્યા હતા. જેને પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું. વડોદરાના શહેરના લાલબાગ પાસે આવેલી રાજસ્તમ્ભ સોસાયટીમા મગરે કૂતરાને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટીમાં ચાર મગર દેખાતા તુરંત જ લોકોએ વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ સવારે ૮ વાગ્યાથી મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. મહામહેનત બાદ બપોરે ૧ વાગ્યે મગર પકડાયો હતો. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના ટીમના પુષ્પક કોટિયા એ જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલાં તળાવમાંથી ચાર જેટલા મગર રાજ સ્તમ્ભ સોસાયટીમાં ઘૂસી ગયા હોવાની અમને માહિતી મળી હતી. જેથી અમે અમારી ટીમના છ સભ્યો રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા. મગરને પકડીને સલામત સ્થળે છોડવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ મગરમચ્છ પકડી લેવાયા છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here