ફેશનની દુનિયામાં સુહાના હવે ઉતરી ચુકી

0
17

મુંબઇ,તા. ૨
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કિંગ ખાનની પુત્રી સુહાના ખાન પણ ટુંક સમયમાં એન્ટ્રી કરી શકે છે. હાલમાં તે ફેશનની દુનિયામાં ધુમ મચાવવા લાગી ગઇ છે. ફેશનની દુનિયામાં ઉતરી ચુકેલી સુહાના ફિલ્મમાં પણ કામ કરવા આશાવાદી બનેલી છે. સુહાના હાલમાં વોગ મેગેઝીનના કવર પેજ પર છવાઇગઇ છે. આની સાથે જ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જારદાર એન્ટ્રી કરી રહ્યો છે. તે પહેલા સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જહાનવી પણ ફેશનની દુનિયામાં જ પહેલા પ્રવેશી હતી અને ત્યારબાદ ફિલ્મોમાં આવી હતી. હાલમાં જ તેની પ્રથમ ફિલ્મ ધડક આવી હતી. જે બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા મેળવી શકી છે. જા કે જહાનવી ફેશનની દુનિયામાં આવી ત્યારે પોતાની પ્રથમ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી ચુકી હતી. તાજેતરમાં જ સુહાના ફેશનની દુનિયામાં એન્ટ્રી કરી ચુકી છે. તે ફિલ્મમાં પ્રવેશ કરતા પહેલા ફેશનની દુનિયામાં છે. વોગ ઇન્ડયાના કવર પેજ પર તે ચમકી હતી. વોગ ઇÂન્ડયાના એક કાર્યક્રમમાં તે ખાસ છવાઇ ગઇ હતી. શાહરૂખ ખાનની પુત્રી કવર પેજ પર જગ્યા મેળવી લીધા બાદ આની ચર્ચા જાવા મળી રહી છે. તે ખુબ ઉત્સાહિત પણ છે. સુહાના ખાન પ્રથમ વખત ફોટોશુટમાં નજરે પડી હતી. તે પણ વોગ જેવા લોકપ્રિય મેગેઝિનની સાથે જાડાઇ છે. જેથી શાહરૂખ ખાન અને ગૌરી ખાન માટે ગર્વની ચૌક્કસપણે બાબત છે. બંને દ્વારા પોતાની પુત્રીના ફોટોશુટને લઇને ખુશી વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે તેઓ માતાપિતા તરીકે ગર્વ અનુભવ કરે છે. ખાસ બાબત એ છે કે શાહરૂખ ખાન દ્વારા જ આ મેગેઝીન કવરને લોંચ કરીને નવી ચર્ચા જગાવી હતી. સુહાના પણ ટુક સમયમાં બોલિવુડ ફિલ્મોમાં એન્ટ્રી કરનાર છે. જા કે હજુ સુધી આને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાંમ આવી નથી પરંતુ ટુંકમાં જાહેરાત થઇ શકે છે.