નવીદિલ્હી, તા. ૪
જમ્મુ કાશ્મીરમાં જારી રાજકીય હલચલની વચ્ચે પાટનગર દિલ્હીમાં પણ ઉચ્ચ સ્તર પર બેઠકોનો દોર જારી રહ્યો છે. ભારે સસ્પેન્સની Âસ્થતિ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેના કારણે જમ્મુ કાશ્મીરના સ્થાનિક રાજકીય પક્ષોની ઉંઘ હરામ થઇ ગઇ છે. જમ્મુ કાશ્મીરને લઇને સરકાર કયા પગલા લેવા જઇ રહી છે તેને લઇને કોઇની પાસે કોઇ માહિતી નથી. સરકાર આ અંગેની વાત કરવાની સ્થતિમાં નથી. આજે રાજકીય હલચલના દોર વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે ટોપના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં અમિત શાહની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ અને ગૃહસચિવ રાજીવ ગોબા ઉપÂસ્થત રહ્યા હતા. આ બેઠક બાદ એડિશનલ સેક્રેટરી (જમ્મુ કાશ્મીર ડિવિઝન) જ્ઞાનેશ કુમાર પણ અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરના મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા હાલમાં ચાલી રહી છે. રાજ્ય સરકારે થોડાક દિવસ પહેલા જ સુરક્ષા કારણો આપીને અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને તરત જ કાશ્મીરથી પરત ફરવા માટેની સૂચના આપી દીધી છે. ત્યારથી જ અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલાક મોટા પ્લાનને લઇને કામ કરી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જા કા રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા માત્ર સુરક્ષાની દ્રષ્ટિથી લેવામાં આવી રહેલા પગલા તરીકે વાત કરી છે. કેન્દ્રીયમંત્રી અમિત શાહે સુરક્ષાના મુદ્દા ઉપર દોભાલ સાથે આજે વાત કરી હતી. આ બેઠકમાં દોભાલ ઉપર ગોબા પણ ઉપÂસ્થત રહ્યા હતા. આ મિટિંગને પણ જમ્મુ કાશ્મીરની હલચલ સાથે જાવામાં આવે છે. કેન્દ્ર સરકાર સંસદ સત્રને વધુ બે દિવસ સુધી લંબાવવા વિચારી રહી છે. સત્ર પૂર્ણ થવા આડે બે દિવસનો સમય છે. આવી સ્થતિમાં કોઇ મોટા બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓને ટોપ એલર્ટ ઉપર મુકી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં તૈનાત સશ† દળોની નવી રજાઓ પણ રદ કરી દીધી છે. જે લોકોને રજા આપવામાં આવી હતી તેમને પણ સ્ટેન્ડ બાય મોડ ઉપર મુકી દેવામાં આવ્યા છે. આવતીકાલે સંસદમાં પણ આ મુદ્દે ભારે હોબાળો રહી શકે છે. મિડિયા રિપોર્ટ મુજબ અમિત શાહ કાશ્મીરના પ્રવાસ ઉપર જવાની પણ યોજના બનાવી રહ્યા છે. સંસદ સત્ર પૂર્ણ થયા બાદ અમિત શાહ ત્રણ દિવસ માટે કાશ્મીરના પ્રવાસ ઉપર જશે. સંસદ સત્ર સાતમી ઓગસ્ટ સુધી ચાલશે. અમિત શાહ આઠ અને ૧૦મી ઓગસ્ટ વચ્ચે કાશ્મીરની મુલાકાત લઇ શકે છે. અમિત શાહની આ યાત્રા જમ્મુ કાશ્મીરમાં ભાજપના સભ્ય અભિયાન અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરુપે થઇ રહી હોવાની વિગત હાલ પુરતી આપવામાં આવી રહી છે.