મોદી કેબિનેટની આજે અતિ મહત્વપૂર્ણ બેઠકને લઇ ચર્ચા

0
21

નવીદિલ્હી, તા. ૪
જમ્મુ કાશ્મીરમાં જારી રાજકીય હલચલની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવતીકાલે મહત્વની કેબિનેટ બેઠક મળનાર છે. મોદી મંત્રીમંડળની બેઠક સામાન્યરીતે બુધવારના દિવસે યોજાય છે પરંતુ આ વખતે આવતીકાલે જ યોજાનાર છે જેને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. સંસદ સત્રથી પહેલા કેબિનેટ બેઠક યોજાશે. સવારે ૯.૩૦ વાગે બોલાવવામાં આવેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કયા નિર્ણય લેવાશે તેનો ઇંતજાર છે. જા કે, આ બેઠકમાં ચાલુ સંસદ સત્રને વધુ બે દિવસ માટે વધારવાના પાસા ઉપર નિર્ણય લેવામાં આવી શકે છે. આ પહેલા આજે સાંજે સાત વાગે ભાજપના મહાસચિવોની બેઠક બોલાવવામાં આવનાર છે. કાલની કેબિનેટ બેઠક અથવા તો કાશ્મીરથી લઇને જાડાયેલી અટકળો વચ્ચે કોઇ લેવડદેવડ છે કે કેમ તેને લઇને ચર્ચા છે. જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળના જવાનોની તૈનાતી અને એક પછી એક એડવાઈઝરી જારી કરવામાં આવ્યા બાદ અસમંજસની Âસ્થતિ બનેલી છે. કાશ્મીરને ખાસ અધિકાર આપનાર બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫-એને લઇને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર રાજ્યને જમ્મુ, કાશ્મીર અને લડાખ એમ કુલ ત્રણ ભાગમાં અલગ કરી દેવાની અનૌપચારિક ચર્ચા લોકોમાં ચાલી રહી છે. અમિત શાહ પણ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં અમિત શાહ વિવિધ પાસા પર ચર્ચા કરનાર છે. અલગ અલગ જિલ્લાઓમાં પાર્ટી કાર્યકરોની સાથે મિટિંગ યોજી શકે છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોડેથી બે દિવસમાં જમ્મુ કાશ્મીરની યાત્રા પર અમિત શાહ જનાર છે. અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીરની યાત્રા પહેલા આવતીકાલે કેબિનેટની બેઠક યોજાનાર છે જેમાં તમામ ટોપના નેતાઓ ઉપÂસ્થત રહેશે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલાથી જ ટુંકાવી દેવામાં આવી છે. સાથે સાથે અન્ય યાત્રાઓ પણ રદ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. આ તમામ અટકળો વચ્ચે કેબિનેટ જમ્મુ કાશ્મીર માટે કયા નિર્ણય લેશે તેને લઇને પણ ભારે સસ્પેન્સની સ્થતિ છે.