ટ્‌વેન્ટી-૨૦ : ડિવિલિયર્સના માત્ર ૩૫ બોલમાં જ ૮૮ રન

0
17

નવીદિલ્હી, તા. ૫
એબી ડિવિલિયર્સનો ઇંગ્લેન્ડ ટ્‌વેન્ટીમાં જારદાર દેખાવ જારી છે. આ ટુર્નામેન્ટમાં ડિવિલિયર્સે ફરી એકવાર ધરખમ બેટિંગ કરી છે. છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવી છે. મિડલ સેક્સ તરફથી રમતા માત્ર ૩૫ બોલમાં અણનમ ૮૮ રન ડિવિલિયર્સે ફટકાર્યા હતા. ચાહકોની વચ્ચે મિસ્ટર ૩૬૦ના નામથી લોકપ્રિય આ બેટ્‌સમેને એક ચોગ્ગો ફટકાર્યો હતો જ્યારે નવ વખત છગ્ગા ફટકાર્યા હતા. તેની વિસ્ફોટક બેટિંગથી મિડલ સેક્સે સમરસેટની સામે ૩૫ રને જીત મેળવી હતી. ચાર વિકેટે ૨૧૫ રન બનાવ્યા હતા. જવાબમાં સમરસેટની ટીમ ૧૮૦ રન બનાવી શકી હતી. મેચમાં પહેલા બેટિંગ કરતા મિડલ સેક્સની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ડેવિડ મિલરે ૫૬ રન ફટકાર્યા હતા. ડિવિલિયર્સે છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવીને ૨૪ બોલમાં અડધી સદી પુરી કરી લીધી હતી. આગામી ૧૧ બોલમાં ડિવિલિયર્સે ૩૫ રન ફટકાર્યા હતા. ટી-૨૦ ક્રિકેટમાં ડિવિલિયર્સે ૮૦૦૦ રન પુરા કર્યા હતા. છેલ્લી ઓવરમાં ડિવિલિયર્સને વધારે તક મળી ન હતી. જા તક મળી હોત તો તે સદી પુરી શક્યો હોત. ટુર્નામેન્ટમાં એસેક્સની સામે ડિવિલિયર્સે ૪૩ બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૮૮ રન બનાવ્યા હતા. ડિવિલિયર્સ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્ત થઇ ચુક્યો છે અને હાલમાં ઇંગ્લેન્ડમાં રમી રહ્યો છે. બીજી બાજુ અનેક ટોપ સ્ટાર ખેલાડીઓ નિવૃત્તિ લઇ ચુક્યા છે અને કેનેડા ૨૦ ટ્‌વેન્ટીમાં રમી રહ્યા છે જેમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડના ખેલાડીઓનો સમાવેશ થાય છે. યુવરાજસિંહ, ક્રિસ ગેઇલ, આફ્રિદી સહિતના તમામ ખેલાડીઓ કેનેડા ટ્‌વેન્ટી મેચોમાં રમી રહ્યા છે જેમાં છગ્ગા ચોગ્ગા જાવા મળી રહ્યા છે.