મંદી પર બ્રેક : સેંસેક્સ ૨૭૭ પોઇન્ટ રિકવર થઇ અંતે બંધ

0
12

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં સૌથી મોટો ઘટાડો : નિફ્ટીએ ૧૧૦૦૦ની જાદુઈ સપાટીને ગુમાવી : ઉથલપાથલ જારી
મુંબઈ, તા. ૬
શેરબજારમાં આજે જારદાર ઉતારચઢાવની સ્થતિના અંતે તેજીનો માહોલ જામ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડયાની મોનિટરી પોલિસીની જાહેરાતના એક દિવસ પહેલા શેરબજારમાં મંદી ઉપર બ્રેકની સ્થતિ રહી હતી. ઇન્ટ્રા ડે દરમિયાન સેંસેક્સ ૫૪૨ પોઇન્ટ ઉછળીને એક વખતે ૩૭૨૪૨ની ઉચી સપાટીએ રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૨૭૭ પોઇન્ટ ઉછળીને ૩૬૯૭૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. શેરબજારની સાથે સાથે આજે અન્ય માર્કેટમાં પણ તેજી જામી હતી. યશબેંકના શેરમાં સૌથી વધુ નફો જાવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં સૌથી વધુ ઘટાડો આજના દિવસે પણ રહ્યો હતો. એચડીએફસી, લાર્સન એન્ડ ટુબ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સસ બેંક અને બજાજ ફાઈનાન્સના શેરમાં તેજી જામી હતી. એનએસઈમાં ફ્રન્ટ લાઈન ઇન્ડેક્સ નિફ્ટી ૧૧૦૦૦ની સપાટીને જાળવવામાં નિષ્ફળ રહ્યો હતો તેમાં ૮૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૯૪૮ રહી હતી. નિફ્ટીમાં ઇન્ડેક્સની ૫૦ કંપનીઓ પૈકી ૩૫ કંપનીઓમાં તેજી અને ૧૫માં મંદી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો એનએસઈમાં નિફ્ટી મિડિયા અને નિફ્ટી આઈટી સિવાય તમામ ઇન્ડેક્સમાં તેજી જામી હતી. રિયાલીટીના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. બેંક અને ઓટોમાં પણ તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧૯૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૫૬૯ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૨૧૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૪૯૫ રહી હતી. આજે ઇન્ટ્રા ડે દરમિયાન ડીએચએફએલમાં ૪૦ ટકા સુધીનો સુધારો રહ્યો હતો. બંધારણની કલમ ૩૭૦માં જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જા મળેલો હતો. મોદી સરકારે આ ઐતિહાસિક નિર્ણય આજે કર્યો હતો. જમ્મુ કાશ્મીર હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત થઇ જશે જેમાં લડાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધી ગઈ છે. કંપનીઓના પરિણામ ઉપર પણ તમામની નજર રહેશે. શિપ્લા, એચસીએલ ટેકનોલોજી, મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા, તાતા મોટર્સ, તાતા સ્ટીલના પરિણામ બુધવારના દિવસે જાહેર કરવામાં આવશે.
અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ૮મી ઓગસ્ટના દિવસે આંકડા જારી કરવામાં આવશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રી, ગેઇલ ઇÂન્ડયા દ્વારા શુક્રવારના દિવસે પરિણામ જાહેર કરાશે. કારોબારના અંતેસેંસેક્સમાં ૪૧૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૬૭૦૦ રહી હતી. નિફ્ટી ૫૦માં પણ ૧૩૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૮૬૩ રહી હતી. ઉથલપાથલ સાથે ઇન્ડેક્સ ઉછળ્યો હતો. નરેન્દ્ર મોદી સરકારે આજે ભારતીય બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી દીધી હતી.