નવીદિલ્હી, તા. ૭
સુષ્મા સ્વરાજે મંગળવારના દિવસે પોતાના અવસાનથી મિનિટો પહેલા જ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જÂસ્ટસમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર અને જીત અપાવનાર વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સાથે વાત કરી હતી. હરીશ સાલ્વેએ આખરી વાતચીતને યાદ કરતા ભાવુક બની ગયા હતા. સાલ્વેએ કહ્યું હતું કે, સુષ્મા સ્વરાજે બુધવારના દિવસે મળવા માટે બોલાવ્યા હતા અને પોતાની એક રૂપિયાની ફી લઇને જવા કહ્યું હતું. તમામ લોકો જાણે છે કે, જાસુસીના આરોપસર પાકિસ્તાનમાં મોતની સજાનો સામનો કરી રહેલા કુલભુષણ જાધવ કેસને લડવા માટે માત્ર એક રૂપિયાની પ્રતિક ફી હરીશ સાલ્વેએ લીધી હતી જ્યારે પાકિસ્તાને ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આઈસીજેમાં સાલ્વેની દલીલોથી ચુકાદો ભારતની તરફેણમાં આવ્યો હતો. હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, મંગળવારના દિવસે રાત્રે ૮.૫૦ વાગે સુષ્મા સ્વરાજ સાથે તેમની વાતચીત થઇ હતી. એ વખતે સમાચાર સાંભળીને તેઓ ભાવનાશીલ બની ગયા હતા. ફી લેવા માટે આજે બોલાવવામાં આવ્યા હતા.