ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. ઈતિહાસ- એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા સ્વર્ગના દેવતા ઈંદ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી.
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નીભાવતાં રહ્યાં. જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.
ભારતના ઈતિહાસમાં આવું વધારે એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપુર્ણ પ્રયત્નો કરે છે પરંતુ દુશ્મનોના આગળ વધતાં પગલાંઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે. આધુનિક ઈતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે
જ્યારે નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિંદુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષા-સુત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો. પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે.
હવે આ પર્વ સંપુર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવાવામાં આવતું પર્વ નથી પરંતુ ભાઈ આખી જીંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે