Wednesday, August 26, 2026
HomeAhmedabadમાર્ગ દુર્ઘટનામાં ૧૨નો ભોગ લેનારના જામીનને ફગાવાયા

માર્ગ દુર્ઘટનામાં ૧૨નો ભોગ લેનારના જામીનને ફગાવાયા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

૧૫મી જુલાઈએ ટ્રકે સામેથી આવતી રીક્ષા અને બાઈકને અડફેટે લીધી હતી : કોર્ટે અકસ્માતની ગંભીર નોંધ લીધી

અમદાવાદ, તા.૭
કચ્છના આશાપુરા માતાના મઢ ખાતે દર્શન કરીને પરત ફરી રહેલા મધ્યપ્રદેશના અને ભુજ રહેતા અનૂસૂચિત જાતિના પરિવારના સભ્યોની રીક્ષા અને બાઈકને એક ટ્રકે અડફેટે લેતા ૧૨ સભ્યોના મોત થયા હતા. ગયા મહિનાની તા.૧૫ જુલાઈએ થયેલા અકસ્માત માટે ડ્રાઈવર અને ટ્રકના માલિકે ભુજ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જા કે, ગુનાની ગંભીરતા ધ્યાનમાં લીધા બાદ ભુજ સેશન્સ કોર્ટે ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકની જામીન અરજી ફગાવી દઇ તેઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. જેને પગલે હવે આ આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવી પડશે. માતાના મઢથી પરત ફરતા એમપીના પરિવારની રીક્ષા (જી.જે.૧૨ બીયુ ૦૫૭૧)ને સામેથી આવતા ટ્રક (જી.જે.૧૨ એ ડબ્લ્યુ ૮૮૨૯)ના ડ્રાઈવરે સામે અકસ્માત થવાની સંભાવના હોવાછતાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા ગોઝારો અકસ્માત થયો હતો. આટલો ગંભીર અકસ્માત સર્જાય બાદ તે ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે ૩૦૨ જેવી ગંભીર કલમ હેઠળ ટ્રકના ડ્રાઈવર રમેશ કુંભા સંજાટ અને ટ્રક માલિક જટાશંકર યાદવ વિરૂધ્ધ ભુજ કોર્ટમાં અરજી કરી હતી. સામત્રા અને માનકુવા નજીક ડાકડાઇ ગામના પાટીયા પાસે ટ્રક, પેસેન્જર છકડા અને મોટર સાઈકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતના બનાવમાં ટ્રકે સામેથી રીક્ષાને ટક્કર મારી પાછળથી આવતી બાઇકને પણ અડફેટે લેતાં રીક્ષાનો ખુડદો બોલી ગયો હતો અને મોટર સાઈકલ ઉછળીને રોડ પર ફંગોળાતાં બન્ને વાહનોમાં સવાર કુલ ૧૨ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય છ જણાઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ કેસમાં પોલીસે ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકની ધરપકડ કરી હતી. દરમ્યાન આ બંને આરોપીઓએ ભુજ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે તેઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here