આગામી ૧૦ વર્ષમાં પુરથી ૧૬૦૦૦ના મોત થઇ શકે

0
25

નવી દિલ્હી,તા. ૧૯
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા કહેવામાં આવ્યુ છે કે આવનાર ૧૦ વર્ષમાં ભારે વરસાદ અને પુરના કારણે ભારે નુકસાન થશે. તેના આંકડા ખુબ જ ચોંકાવનારા રહ્યા છે. તેના અંદાજ મુજબ આગામી દસ વર્ષમાં પુરના કારણે ૧૬૦૦૦ લોકોના મોત થઇ શકે છે. જ્યારે ૪૭૦૦૦ કરોડથી વધારેનુ નુકસાન થઇ શકે છે. સરકારનુ પૂર્ણ ધ્યાન હવે હોનારતના ખતરાને ઘટાડી દેવા પર કેન્દ્રિત છે. સાથે સાથે હોનારતથી કઇ રીતે બચવામાં આવે તેના પર કેન્દ્રિત છે. ભારતની પાસે ખુબ એડવાન્સ્ડ સેટેલાઇટ અને પૂર્વમાં ચેતવણી આપી શકે તે પ્રકારની વ્યવસ્થા અને સાધન રહેલા છે. જેની સહાયથી મોતમોતની સંખ્યામાં ઉલ્લેખનીય રીતે ઘટાડો કરવામાં આવી શકે છે. તમામ સુવિધા અને સાધન હોવા છતાં તમામ કવાયત કાગળ પર કેન્દ્રિત રહેલી છે. જ્યારે પણ કોઇ આફત આવે છે ત્યારે એનડીએમએ મોટા ભાગે માર્ગદર્શિકા જારી કરવા, સેમિનાર યોજવા અને બેઠક યોજવા સુધી મર્યાદિત રહે છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા હાલમાં જ દેશના ૬૪૦ જિલ્લામાં હોનારત ખતરાનુ મુલ્યાંકન કર્યુ છે. ડીઆરઆર હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દેખાવના આધાર પર એક નેશનલ રિજિલ્યન્સ ઇન્ડેક્સની રચના કરવામાં આવી છે. જેમાં ખતરાના મુલ્યાંકનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. અભ્યાસના કહેવા મુજબ અમે હાલમાં શરૂઆતી Âસ્થતીમાં છીએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હિમાચલપ્રદેશ સિવાય કોઇ પણ રાજ્યે હોનારતને લઇને ખતરાનુ મુલ્યાંકન કર્યુ નથી. ગુજરાતે એક દશક પહેલા હોનારતને લઇને મુલ્યાંકનની કામગીરી હાથ ધરી હતી. કેરળમાં હાલમાં પુરના કારણે અભૂતપૂર્વ નુકસાન થયુ છે. મોતનો આંકડો ખુબ વધારેછે.