સાહોને ભારે પડશે ‘છિછોરે’, લોકોએ કહ્યું, મસ્ટ વોચ ફિલ્મ

0
47

રોમાંસનો મુખ્ય ઉદ્દેશ મનોરંજન હોય છે. ફિલ્મમાં મનોરંજનની સાથે મેસેજ પણ આપે તેને સોને પે સુહાગા જેવી વાત બને છે. નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ ‘છિછોરે’ તેના જેવી ફિલ્મ છે. આ ફિલ્મ કોઈને કોઈ લેયર સાથે કનેક્ટ થશે. ભલે તે કોલેજ ડેઝની છિછોરે યાદો હોય, મિત્રતામાં મરી મટવાની વાત હોય અથવા પતિ-પત્ની વચ્ચેના ઈગોની વાત હોય. ફિલ્મની ખૂબીની વાત કરીએ એ પહેલાં તેની એક ખામી જણાવી દઈએ ફિલ્મનું ટાઈટલ તેના પાત્રો સાથે જરાપણ સૂટ થતું નથી. ફિલ્મમાં જેટલા પણ મેનની ભૂમિકામાં છે તેમાંથી કોઈ પણ એવું નથી જેને તમે છીછોરો કહી શકો. ફિલ્મની કહાની શરૂ થાય છે છુટાછેડા લીધેલા એક પિતાના પુત્રની જે ભણવાના સ્ટ્રેસમાં જીવી રહ્યો છે. તેને મન કામયાબ થવું જ એક માત્ર ઓપ્શન છે. અને તે જ્યારે ફેલ થઈ જાય છે ત્યારે આત્મહત્યા કરવાની કોશિશ કરે છે. કેમ કે તેનું માનવું છે કે લૂઝર બનીને જીવવાનો કોઈ મતલબ નથી. તેના પુત્રએ લીધેલા પગલાંથી માતા-પિતા બંને હેરાન છે અને આઈસીયુમાં સલાહ આપવા માટે તેના દીકરાને જવાનીની વાત કહે છે. જ્યારે તે અને તેના મિત્ર ઘોષિત લૂઝર હતો. ફિલ્મની ઓરિજિનલ મજા તો તમને ત્યારે આવશે જ્યારે પિતા તેના પુત્રને કોલેજ જીવનની યાદોમાં લઈ જાય છે. જો તમે ક્યારેય કોઈ હોસ્ટેલમાં રહ્યા હોવ તો જરૂર આ ફિલ્મને પસંદ કરશો. અન્ની, સેક્સા, અસિડ, મમ્મી, ડેરેક, બેવડા અને માયા. આ સાત જણાની કોલેજ લાઈફ તમને બહુ જ મજા કરાવશે અને ક્યારેક તો તમને નાચવાની ઈચ્છા પણ થઈ જશે. ફિલ્મની સૌથી મોટી ખૂબીએ છે કે છિછોરે નામ હોવા છતાં પણ કોઈ છિછોરું નથી. અશ્લીલતાની કોઈ વાત કરતા નથી આપણે. હ્યુમર એવો જ છે જેવો તો મિત્રો સામે દેખાય છે. કેટલીક પંચ લાઈન, કુછ સીન્સ તો તમને આનંદનો અનુભવ કરાવશે. સેક્સાનું અન્નીને કહેવું છે કે એન્જિનિયર કોલેજમાં હોટ છોકરીઓ હેલિજના ધૂમકેતુની જેમ હોય છે, 76 વર્ષમાં એક વાર આવે છે. તેમાં સ્પોર્ટ્સ કોમ્પિટિશન માટે સ્લોગન લખવા વાળો સીન મજેદાર છે.

અને જ્યારે રસોઈયાને નકલી કોચ બનાવવામાં આવે છે તે સીન ગજબનું હાસ્ય પેદા કરે છે. બધા પાત્રો તેમની રીતે ફિલ્મમાં બરાબર સેટ થયેલા દેખાય છે. શ્રદ્ધા કપૂર સાથે પહેલી વાર વાત કરતી વખતે સુશાંતસિંહ જે રીતે તોતડાય છે, તે સીન માટે સુશાંતને સર્ટિફિકેટ આપવા જેવું લાગે છે. બોયઝ વાળી આ ફિલ્મમાં શ્રદ્ધાના ભાગે કંઈ આવતું નથી, પણ જેટલું છે તેને સારી રીતે પ્લે કર્યું છે. વૃદ્ધાવસ્થા દરમિયાન સુશાંત વધુ કન્વિંસિંગ લાગે છે, વરુણ શર્મા ભયાનક સ્ટીરિયોટાઈપ્ડ થઈ ગયેલો દેખાય છે. તેની અંદરથી ફુકરેનો ચૂચો નિકળતો જ નથી, પરંતુ એ વાત પણ છે કે બધું તેના પર શૂટ થાય છે. ઘસાયેલા સીનિયર ડેરેકના રોલમાં તાહિર રાજ ભસીન સારો લાગે છે અને ગાળો બોલવાની આદત વાળા અસિડની ભૂમિકામાં નવીન પોલિશેટ્ટી. વાત વાતમાં મમ્મીને યાદ કરનારા ડરપોક વિદ્યાર્થીના રોલમાં તુષાર પાંડે પણ શાનદાર રોલ નીભાવ્યો છે.

હેરાન તો પ્રતિક બબ્બર કરે છે, વિલેન ટાઈપના સીનિયરની ભૂમિકા કરીને તેણે બરાબર રોલ કર્યો છે. નિતેશ તિવારીએ સારું ડાયરેક્શન કર્યું છે. ફિલ્મમાં કોમેડીનું સમતુલન બરાબર છે અને કહાની પણ ઉત્સુકતા જગાડે તેવી છે. જોકે ફિલ્મ થોડી ખેંચી છે એ વાત પર તમને કંટાળો આવી શકે. તેને થોડી નાની બનાવી શકતા હતા, અને જ્યારે બધા મિત્રોને ઘરડાં બતાવે છે ત્યારે તેનો મેકઅપ જરા સૂટ નથી થતો. એટલે કે ખાલી ચહેરો બદલ્યો છે શરીર એમ જ રાખ્યું છે. તેને લઈ બધું ચકાચક હૈ. ફિલ્મમાં એક જરૂરી મેસેજ પણ છે અને તે કહે પણ છે કે સક્સેસનો પ્લાન બધા પાસે છે પરંતુ ફેલ થયા પછી તે શું કરે છે તે કોઈ નથી જણાવતું. એ પણ જરૂરી નથી કે તમે હંમેશાં જીતો. જરૂરી છે કે તમે કામયાબ ન થાવ અને તેનો રાક્ષસ તમારા પર હાવી ન થવા દો. બસ આગળ જ વધતા રહો.