ધ્યેયઅને કામની ભૂખે વિદ્યાબાલનને સફળતા અપાવી

0
66

હુંજીવીશ ત્યાં સુધી મારી કારકિર્દી પણ સતત ચાલુ જ રહેશે. ‘મિશન મંગલ’ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ હોનહાર અભિનેત્રી વિદ્યાબાલને હળવા મૂડમાં કરેલી વાતચીત દરમિયાન અભિનેત્રી તરીકેની તેની કારકિર્દી અંગે તીવ્ર ચાહત દર્શાવતા ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા.‘મિશન મંગલ’ ભારતના મંગળયાન પર આધારિત ફિલ્મ છે, જેણે એક જ અઠવાડિયામાં રૂ.૧૦૦ કરોડનો આંક પાર કરી દીધો છે. ભારતની ઐતિહાસિક ક્ષણોને પુનર્જિવિત કરતી ‘મિશન મંગલ’ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, નિત્યા મેનન, કીર્તિ કુલહરી તથા શર્મન જોશીએ અભિનયના અજવાળા પાથર્યા છે.

લાક્ષણિક મૂડમાં વિદ્યા બાલન જણાવે છે કે તેને ફિલ્મોમાં મળેલા કેટલાક મહત્ત્વના દમદાર રોલને કારણે તેનો કારકિર્દીનો ગ્રાફ સતત ઊંચે ગયો છે. ‘મિશન મંગલ’ બાદ વિદ્યા બાલન પ્રખર ગણિતજ્ઞ શકુંતલા દેવીની બાયોપિકમાં પણ ચમકી રહી છે. ઉપરાંત આગામી સમયમાં વિદ્યા બાલન સાગરિકા ઘોષ લિખિત ઇન્દિરા – ઇન્ડિયાસ પોસ્ટ પાવરફૂલ પ્રાઈમ મિનિસ્ટર પર આધારિત વૅબ સિરિઝમાં ઇન્દિરા ગાંધીનો રોલ ભજવશે. વૅબ સિરિઝના નિર્માતા રિતેશ બત્રા છે. ‘મિશન મંગલ’ની સફળતા બાદ વિદ્યા બાલન સાથે થયેલી વાતચીતના કેટલાક અંશ.

ૄ લાંબા સમય બાદ ‘મિશન મંગલ’ દ્વારા તારું આગમન થયું.

ૄ‘કહાનીટુ’, ‘બેગમ જાન’ અને ‘તુમ્હારી સુલુ’ એમ ઉપરાઉપરી ત્રણ ફિલ્મ કર્યા બાદ થોડા આરામની જરૂર હતી. મને થોડા કોન્સેપ્ટ પસંદ પડ્યા હતા, પરંતુ તે અંગેની સ્ક્રિપ્ટ તૈયાર નહોતી. અનુ મેનનની શકુંતલા દેવી પરની બાયોપિક મેં સ્વીકારી છે, જેનું કામ સપ્ટેમ્બરમાં શરૂ થશે. દરમિયાન નિર્માતા-દિગ્દર્શકઆર. બાલ્કીએ ‘મિશન મંગલ’ની સ્ક્રિપ્ટ સંભળાવી, મને તેબહુ ગમી ગઈ.

મેં કેટલુંક કમર્શિયલ કામ પણ કર્યું, ઉપરાંત પરિવારને સમય આપવાનું વિશેષ પસંદ કર્યું. મેં પોતાના માટે લીધેલા બ્રેક દરમિયાન ઘણો પ્રવાસ પણ કર્યો અને થોડો સમય ઇન્ટ્રોસ્પેકશનમાં પણ વિતાવ્યો. મને થોડા ચેન્જની જરૂર હતી. હું એ પ્રકારની અભિનેત્રી નથી, જે સતત એકધારું કામ કરે. મને સેટ પર સમયના માપદંડ મુજબ કામ કરવું પસંદ નથી. સેટ પર પૅક-અપ માટે વારંવાર ઘડિયાળ જોવી પસંદ નથી. મારા કામ વિશે વિગતે વાત કરું તો “તુમ્હારી સુલુ’ બાદ એડ ફિલ્મના શૂટિંગ દરમિયાન હું વારંવાર પેક-અપનો સમય જોવા લાગી ત્યારે મને થયું કે આ હું નથી, જો હું કામથી કંટાળું છું, થાકું છું, પેક-અપની રાહ જોવું છું તો એનો અર્થ એ છે કે મને થોડા આરામની જરૂર છે. અન્ય પ્રવ્ાૃત્તિઓ દ્વારા મને મારા વ્યક્તિત્વને, મારા નિયમિત કામને રીચાર્જ કરવાની, તાજગીની જરૂર છે. આપણે આપણી જાતને પણ સમય આપવાની જરૂર હોય છે, જે આપણામાં ફરી ઊર્જાસંચાર કરી શકે. આ સમય દરમિયાન મેં વાંચ્યું, પ્રવાસ કર્યા, પરિવાર સાથે સમય પસાર કર્યો, મ્યુઝિક સાંભળ્યું અને ક્યારેક કશું જ નહીં કરી આરામ કર્યો.