ફિલ્મો મેળવવામાં લકી છું: સોનમ કપૂર

0
82

બૉલીવૂડની અભિનેત્રી સોનમ કપૂરની કારકિર્દી ભલે બહુ લાંબી નથી, પણતે એક સારી અભિનેત્રી તો સાબિત થઇ જ છે. તેણે કેટલીક સારી ફિલ્મો કરીને પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરી છે.

આથી જ તે પણ બહુ ખુશ છે અને પોતાને નસીબદાર માને છે. તે કહે છે,મારા દિગ્દર્શકો વિચારતા હોય છે કે હું જુદા પ્રકારની ફિલ્મો કરી શકું છું, પછી તે ‘નીરજા’ હોય કે ‘ધ ઝોયા ફેક્ટર’. મારીઇચ્છા હંમેશાં રહી છે કે હું કેટલાક જુદાજુદા મિક્સ એન્ડ મેચ જૉનરની ફિલ્મોમાં કામ કરું, પણ ખાસ કહું તો મને કૉમેડી કરવી બહુ ગમે છે. જ્યારે પણ કૉમેડી ભૂમિકા ભજવું તો હું મારું શ્રેષ્ઠ કામ આપી શકું છું. મારી છેલ્લી કેટલીક ફિલ્મો એકબીજાથીતદ્દન જુદી હતી. દરેક ફિલ્મ સાઇન કરતી વખતે હું જોકે તેનું જૉનર નથી જોતી.

મારી છેલ્લી કેટલીક ફિલ્મોમાં ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’, ‘વીરે દી વેડિંગ’, ‘પેડમેન’ અને ‘સંજુ’ બધી જ એકબીજાથી જુદા પ્રકારની હતી. હું નસીબદાર છું કે દિગ્દર્શકો વિચારે છે કે હું ‘નીરજા’ અને ‘ધ ઝોયા ફેક્ટર’ જેવી ફિલ્મો કરી શકું છું.

સોનમનીફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’નું ટ્રેલર તાજેતરમાં જ લૉન્ચ થયું, જેમાં તેની સાથે દલકેર સલમાન છે. તે કહે છે, ‘મને કૉમેડી ફિલ્મો કરવી બહુગમે છે.

આજે હળવી કૉમેડી ફિલ્મો બહુ ઓછી બને છે, જે દર્શકોને રમૂજ કરાવે. હું માનું છું કે હું કૉમેડી શ્રેષ્ઠ રીતે કરી શકું છું. ઘણા દર્શકોમાને છે કે મેં ‘રાંઝણા’ અને ‘નીરજા’ ફિલ્મોમાં સારું કામ કર્યું હતું.

અભિષેકશર્મા દિગ્દર્શિત ‘ધ ઝોયા ફેક્ટર’ ફિલ્મ અનુજા ચૌહાણના એ જ નામના પુસ્તકનું રૂપાંતર છે.

તેમાં દલકેર સલમાન ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાનનો રોલ કરે છે, જ્યારે સોનમ એક એડવર્ટાઇઝિંગ એજન્સીની એક્ઝીક્યુટીવનો રોલ કરે છે.