વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના કેસમાં બરાબરનો ભેરવાયો શાહરૂખ, CBIએ લાલ આંખ કરી

0
29

શાહરૂખ ખાન માટે એક નવી મુસીબત ઉભી થઈ છે. કલકતા હાઈકોર્ટે ગુરૂવારે શાહરૂખ ખાનને ઈંડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટે સાથે પોતાના સંબંધ પર એક એફિડેવિટ રજુ કરવાનું કહ્યું છે. IIPMના સૉલ્ટ લેક પરિસરના 2 વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે તેમને આઈઆઈપીએમમાં પ્રવેશ દરમિયાન 20 લાખ રૂપિયા ગુમાવ્યા.અરજીકર્તાઓના વકીલ દેબંજન દત્તાએ ગુરૂવારે હાઈકોર્ટને જણાવ્યું કે 2017માં એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે આઈઆઈપીએમને એક ફર્જી સંસ્થા જાહેર કરી હતી.

દત્તાએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.દત્તાએ કહ્યું કે 2018માં જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેની કોઈ તપાસ નથી થઈ. એ બાદ તેમણે નવેમ્બર 2018માં શાહરૂખ ખાન, આઈઆઈપીએમના પ્રમોટર અરિંદમ ચૌધરી અને તેમની કંપની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને આપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ લગાવતા કલકતા હાઈકોર્ટ પહોંચ્યા હતા. કારણ કે શાહરૂખ ખાન આઈઆઈપીએમના બ્રાન્ડ એમ્બેસેડર હતા. એટલે તેમણે શાહરૂખ ખાનની સામે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ન્યાયમૂર્તિ બસાકે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર અને આઈઆઈપીએના માલિકે એફિડેવિટ દાખલ કરવાનું હશે કે આ મામલો સીબીઆઈને કેમ ન સોંપવામાં આવવો જોઈએ.