રાજકુમાર રાવના પિતા સત્યપાલ યાદવનું ૬૦ વર્ષની ઉમરમાં અવસાન

0
11

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવને લઈને તાજેતરમાં મોટા સમાચાર આવ્યા છે. સમાચારની માનીએ તો ૬૦ વર્ષની ઉમરમાં તેમના પિતા સતપાલ યાદવનું અવસાન થઈ ગયું છે. સતપાલ યાદવ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા.સત્યપાલ યાદવ છેલ્લા ૧૭ દિવસથી મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. ગુરુવારે તેમને અંતિમ શ્વાસ લીધા. સત્યપાલ યાદવનો અંતિમ સંસ્કાર શુક્રવાર સવારે ૧૦ વાગે ગુરુગ્રામના મદન પૂરી શ્મશાન ઘાટમાં પરિવારની હાજરીમાં કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, રાજકુમાર ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી તહલકો મચાવી રહ્યા છે. રાજકુમારે અલીગઢ, બરેલી કી બર્ફી, સ્ત્રી, ન્યુટન, મેરી શાદી મેં જરૂર આના, ઓમેર્ટા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. થોડા દિવસો પહેલા જ તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી નવાડા ગયા છે.વર્કફ્રંટની વાત કરીએ તો રાજકુમાર રાવે તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘રુહી અફ્જા’ ની શુટિંગ સમાપ્ત કરી છે. આ ફિલ્મમાં તેમની સાથે ‘તુરુમ ખાન’ અને ‘મેડ ઇન ચાઈના’ માં જોવા મળશે.