M.O.M. – મિશન ઓવર માર્સ ક્યાં અટવાઈ હતી?

0
80

એક જ સરખી વાર્તા ધરાવતી ‘મિશન મંગલ’ અને વેબ-સિરીઝ ‘M.O.M. – મિશન ઓવર માર્સ’ બન્ને પહેલાં એક જ વીકના અંતર વચ્ચે રિલીઝ થવાની હતી. ‘M.O.M. – મિશન ઓવર માર્સ’ વેબ-સિરીઝની જાહેરાત પણ ‘મિશન મંગલ’ રિલીઝ થયાના આગલે દિવસે કરવામાં આવી અને એની સાથે વેબસિરીઝની રિલીઝ-ડેટ પણ અનાઉન્સ કરીને જાહેર કરવામાં આવ્યું કે આ વેબ-સિરીઝ ૨૬ ઑગસ્ટે ઑનઍર કરવામાં આવશે પણ એ પછી એ રિલીઝ થઈ નહીં અને પાછળ ને પાછળ ઠેલાતી ગઈ. હકીકત એ હતી કે પ્લૅટફૉર્મ પર આ વેબ-સિરીઝ મોડી રિલીઝ થાય એ માટે જહેમત ‘મિશન મંગલ’ના કો-પ્રોડ્યુસર અને ફિલ્મના લીડ ઍક્ટર અક્ષયકુમારે ઉઠાવી હતી.

જો દસ જ દિવસમાં એક જ વિષયની વેબ-સિરીઝ ફ્રીમાં દેખાવા માંડે તો નૅચરલી એની આડઅસર મલ્ટિપ્લેક્સમાં ચાલતી ‘મિશન મંગલ’એ ભોગવવી પડે અને એવું બને નહીં એટલે અક્ષયે બન્ને ડિજિટલ પ્લૅટફૉર્મના માલિકો સાથે વાત કરીને એની રિલીઝને પાછળ ઠેલાવી દીધી. અક્ષયકુમારનો સ્વાર્થ ખોટો નહોતો, કારણ કે ફ્લૉપનું લેબલ જો કોઈને લાગે તો એ બેમાંથી એક પ્રોજેક્ટ ‘મિશન મંગલ’ને જ લાગે; કારણ કે એની ટિકિટ ખરીદવાની હતી, જ્યારે ‘M.O.M. – મિશન ઓવર માર્સ’ ઑલરેડી ફ્રી પ્લૅટફૉર્મ પર મુકાવાની હતી તો સાથોસાથ ડિજિટલ પ્લૅટફૉર્મને ફ્લૉપ કે હિટના કોઈ લેબલ સાથે લાગતુંવગળતું નથી હોતું. ‘મિશન મંગલ’ની પહેલાં વેબ-સિરીઝ રિલીઝ થાય એ માટે એકતા કપૂરે ધમપછાડા પુષ્કળ કર્યા, પણ ફાઇનલી અક્ષયકુમાર તરફથી કહેણ આવ્યું એટલે એકતાએ પણ વાતને પડતી મૂકી દીધી અને હવે મંગળવારે ‘M.O.M. – મિશન ઓવર માર્સ’ રિલીઝ કરવામાં આવશે. ‘M.O.M – મિશન ઓવર માર્સ’માં સાક્ષી તનવર અને મોના સિંહ લીડ કૅરૅક્ટર કરે છે.