અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામના વતની રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા સન્માનિત મોતી નાયકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલ “મનની મોકળાશ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી હતી.
“મનની મોકળાશ” કાર્યક્રમ દરમ્યાન લુપ્ત થતી કઠપૂતળી, લોકનાટ્ય, ભવાઈ, લોક સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના વારસાની જાળવણી અંગેના સફળ પ્રયોગોને નૂતન શિક્ષણ પધ્ધતિના અભ્યાસક્રમમાં સ્થાન આપવા અંગેનો લેખિત અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. લુપ્ત થતી લોક સંસ્કૃતિ, નાટક, ભવાઇ જેવો વારસો આવનારી પેઢીને ખ્યાલ આવે તે માટે અભ્યાસક્રમમાં સમાવવાની માંગ ઉઠી છે. જેનાથી આગામી સમયમાં પૌરાણિક યુગમાં યોજાતી ભવાઇથી લોકો વાકેફ થાય તે મુદ્દે “મનની મોકળાશ” કાર્યક્રમ દરમ્યાન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.