મંત્રી સિતારમણના મતે Ola-Uberથી દેશમાં મંદી આવી તો મંત્રી ગોયલે આઈન્સ્ટાઈનને ગુરૂત્વાકર્ષણનો શોધક ગણાવ્યો

0
17

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરમાં આવેલી મંદી માટે ઓલા અને ઉબેરને જવાબદાર ગણાવ્યા છે. તો અન્ય તરફ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આપણે જીડીપીના આંકડાની ગણતરી કરવી જોઈએ નહીં કારણકે ગણિતે આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણની શોધ કરવામાં મદદ કરી નહતી. મંત્રી પિયુષ ગોયલ ગુરુવારે લોકોનો શિકાર બન્યા. એક સંમેલનમાં તેઓએ કહી દીધું કે ગુરુત્વાકર્ષણનો નિયમ આઈન્સ્ટાઈને શોધ્યો. આ વીડિયો ટ્રોલ થવા લાગ્યો અને ટ્વિટર પર આઈન્સ્ટાઈન, ન્યૂટન, પિયુષ ગોયલ ટ્રેન્ડમાં આવ્યા.ગ્રેવિટીને લઈને પોતાના નિવેદન પર રેલ મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટતા આપી છે. મુંબઇમાં એક કાર્યક્રમમાં પિયુષ ગોયલે સાર્વજનિક મંચ પર પોતાની ભૂલ સ્વીકારી. પિયુષ ગોયલે આઈન્સ્ટાઈનનું વાક્ય રીપિટ કર્યું અને કહ્યું ‘જે વ્યક્તિએ ક્યારેય ભૂલ કરી નથી તેણે ક્યારેય કંઈ નવું કરવાની કોશિશ કરી નથી.’ ઉલ્લેખનીય છે કે પિયુષ ગોયલે એક કાર્યક્રમમાં ગ્રેવિટીને આઈન્સ્ટાઈની થિયરી ગણાવી હતી.