
સુરતના રસ્તા પર અત્યાર સુધી મહિલા પિંક ઓટો ચલાવતા જોવા મળી હતી પરંતુ હવે આવતીકાલ ગુરૂવારથી સુરતના BRTSના બીઆરટીએસના એક રૂટ પર મહિલા ડ્રાઈવર બસ દોડાવતી જોવા મળશે. મહિલાઓ માટેની પીંક બસ માટે પાયલોટ પ્રોજેકટમાં સરથાણા નેચર પાર્કથી ઓ.એન.જી.સી.ના રૂટ પર બસ પહેલી બસ દોડી હતી પરંતુ આ બસ મહિલા ચાલક શોધવા માટે પાલિકાએ 20 મહિના મહેનત કરવી પડી હતી. આટલા સમય બાદ ચાર વર્ષના હેવી વ્હીકલ અનુભવ ધરાવનાર એક મહિલા ડ્રાઈવર પાલિકાને મળી છે. જેના કારણે હવે ONGC થી સરથાણા નેચર પાર્ક પર મહિલા ડ્રાઈવર સાથેની પીંક બસ દોડતી જોવા મળશે.
પાલિકાના સામુહિક પરિવહન સેવામાં રોજ અઢી લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. સુરતમાં થોડા સમય પહેલાં મહિલાઓ માટેની પીંક ઓટો શરુ કરવામાં આવી હતી. મહિલા ડ્રાઈવર દ્વારા ચલાવાવમાં આવતી આ પીંક ઓટોને પ્રતિસાદ મળ્યા બાદ પાલિકાની સામાન્ય સભામાં ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરવા માટેની ડિમાન્ડ કરવામાં આવી જેના કારણે પાલિકા પીંક બસનો પાયલોટ પ્રોજેક્ટ પણ શરુ કર્યો હતો. સુરત પાલિકા ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરી હતી પરંતુ પાયલોટ પ્રોજેક્ટ હતો અને મહિલા ડ્રાઈવર મળતી ન હતી.


