અમદાવાદ : અમદાવાદ જીલ્લાની હદમાં સિંહનાં હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં આ રીતે સિંહનો હુમલો થયો હોય તે લાંબા સમય બાદ બનેલો કિસ્સો છે. આ પહેલાં દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના વલ્લભીપુરમાં જોવા મળેલા સિંહનું લોકેશન બદલાયું છે. અમદાવાદ જિલ્લાનાં બાળિયારીના જંગલમાં સિંહ જોવા મળતા ખળભળાટ મચ્યો છે. બાવળિયારીમાં સિંહ જોવા મળતા ભાવનગર વનવિભાગેઅમદાવાદ વનવિભાગને જાણ કરી હતી. પરંતુ સિંહના પગમાં પહેલાથી GPS રેડિયો કોલર પહેરાવી દેવામાં આવ્યું છે. GPS રેડિયો કોલરના આધારે આધારે સિંહ ક્યાં ક્યાં ફરી રહ્યો છે, તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. GPS ટ્રેકિંગમાં બાવળિયારી નજીક સિંહનું લોકેશન જોવા મળ્યું હતું. સિંહનું લોકેશન મળતા વન વિભાગે ગ્રામજનોને હાલ પુરતા સચેત કર્યા છે. લોકોને સિંહથી દૂર રહેવા અને કોઈ જાતની કનડગત ના કરવા અપીલ કરવામાં આવી છે.અમદાવાદથી માત્ર 140 કિલોમીટર દુર સિંહ નજરે પડ્યો છે. આ સિંહને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યું હોવાથી જંગલ ખાતાના અધિકારીઓ તેની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લે તે ભાવનગર જિલ્લામાં આવેલા વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કથી પાંચ કિમી દુર ગત સપ્તાહે નજરે પડ્યો હતો. એવુ લાગે છે કે સિંહે આ વિસ્તારને ઘર બનાવી દીધુ છે.ભાવનગર અને અમદાવાદની હદમાં આવી ચડેલા સિંહ દ્વારા હુમલાનો પ્રથમ બનાવ સામે આવ્યો હતો. અહીંના લોકોને સિંહ અંગે પુરતી માહિતી નહી હોવાથી તે પોતે પણ સિંહ જોઇને ગભરાય છે અને તેઓ ગભરાઇને કોઇ પણ હરકત કરે તો સિંહ પણ ગભરાય છે અને તેમના પર હૂમલો કરી બેસે છે. આ ભીતી વનવિભાગને પહેલાથી જ હતી. જેથી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી. જો કે જેની ભીતી હતી તે થયું. ભાવનગરના છેવાડે આવેલા જસવંતપૂરા અને ગુંદાળા ગામના જંગલ વિસ્તારમાં સિંહે હૂમલો કર્યો હતો.