રાજકોટના U.V ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુનો આપઘાત, અંતિમ ચિઠ્ઠીમાં ગંભીર આરોપ

0
37
રાજકોટમાં કડવા પાટીદાર અગ્રણી અને યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ મિલકતના પ્રશ્નોમાં અંતિમ પગલું ભર્યુ.
રાજકોટમાં કડવા પાટીદાર અગ્રણી અને યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ મિલકતના પ્રશ્નોમાં અંતિમ પગલું ભર્યુ.

રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના ધરાવતા કડવા પાટીદાર આગેવાન અને સૌરાષ્ટ્રની જાણીતી યુ.વી. ક્લબ સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મહેન્દ્ર ફળદુએ અંતિમ ચિઠ્ઠીમાં ગંભીર આક્ષેપો કરી અને અંતિમ પગલું ભરી લેતા સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં હાહાકાર મચી ગયો છે.  એડવોકેટ અને પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ અંતિમ ચિઠ્ઠી લખી અને આપઘાત કરી લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે આપઘાત કરતા પહેલાં પ્રેસ નોટના સ્વરૂપે અંતિમ ચિઠ્ઠી લખી છે અને આ અંતિમ ચિઠ્ઠીમાં મિલકતનો વિષય સામે આવી રહ્યો છે.

મહેન્દ્રભાઈ ફળદુએ આત્મહત્યા કરતા પૂર્વે એક પ્રેસનોટ રિલીઝ કરી છે. જે પ્રેસનોટ માં તેમણે આત્મહત્યા પાછળ જવાબદાર તરીકે રાજકોટ શહેરના બિલ્ડર એમ એમ પટેલ, અમિતભાઈ ચૌહાણ, અતુલભાઇ મહેતા તેમજ અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ કુમાર કાંતિલાલ પટેલ, દિપક મણિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રાણય કુમાર કાંતિલાલ પટેલ નામના વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે.મહેન્દ્ર ફળદુએ દવા પી અને ગળેફાંસો લગાવી અને આપઘાત કરી લીધો હતો. મહેન્દ્ર ફળદુએ પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી હતી.જમીનના પૈસા અટવાઈ જવાની વિગતો અંતિમ ચિઠ્ઠી કમ પ્રેસ નોટમાં સામે આવી છે. આ ઘટના બાદ સૌરાષ્ટ્રમાં હાહાકાત મચી જવાની શક્યતા છે. એડવોકેટ મહેન્દ્ર ફળદુ સામાજિક રીતે પણ સક્રિય હતા અને પાટીદાર સમાજમાં નામના ધરાવતા હતા. તેમના આ પગલાના કારણે રાજકોટ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.અમદાવાદ જિલ્લાની બાળવા તાલુકાની “ધ તસ્કની બીચ સીટી” નામના પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુ અને તેના પરિવારજનોએ ૧ લાખ વાર જગ્યા ખરીદીને કરોડોનું રોકાણ કર્યું હતું, આ જમીન મામલે વિવાદ થવાના કારણે મહેન્દ્ર ફળદુ મુસીબત મુકાઈ ગયા હોવાનો અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.