અમદાવાદ : શહેરના વટવા GIDCમાં પેકેજીગ મટિરિયલ બનાવતી ફેકટરીમાં લાગેલી આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. જેથી આગ બુઝાવવા ફાયરની 45થી વધુ ગાડીઓ, ફાયરના જવાનો અને અધિકારીઓની ફોજ ઉતરી પડી હતી. આ તમામમાં ફાયર વિભાગ દ્વારા ફાયર રોબોટની પણ મદદ લીધી હતી. ફાયરની ટીમમાં લાખોના ખર્ચે સામેલ કરાયેલા રોબોટની એકસાથે અનેક વિશેષતાઓ પણ જાણવા જેવી છે. શહેરમાં છાશવારે ગોડાઉનમાં, કારખાનાઓમાં અને બોઈલર ફાટવાની ઘટનાઓ બનતી હોય છે તેવી જગ્યાએ અત્યાર સુધી પોતાના જીવના જોખમમાં મુકી ફાયર જવાન કામ કરતા હતા. પરંતુ હવે આગ બુઝાવવા અત્યાધુનિક સાધનોથી સજ્જ ફાયર બ્રિગેડમાં લાખોના ખર્ચે રોબોટ પણ વસાવવામાં આવ્યા છે. આ રોબોટની ખાસિયત એ છે કે, રોબોટ ફાયરના જવાનો કરતા 15 ગણું કામ વધારે કરે છે. રોબોટ એવી જગ્યાએ કામ આવે છે જ્યાં ફાયરના જવાન આગ ઓલવવા પહોંચી શકતા નથી. એટલુંજ નહિ, રોબોટ આંગળીના ઈશારે એટલે કે રીમોટથી કામ કરે છે.આ રોબોટની ખાસિયત એ છે કે, રોબોટ ફાયરના જવાનો કરતા 15 ગણું કામ વધારે કરે છે. રોબોટ એવી જગ્યાએ કામ આવે છે જ્યાં ફાયરના જવાન આગ ઓલવવા પહોંચી શકતા નથી. એટલુંજ નહિ, રોબોટ આંગળીના ઈશારે એટલે કે રીમોટથી કામ કરે છે.