ધૈર્યરાજના ઇન્જેક્શન માટે CM રૂપાણીએ ફાળવ્યા 10 લાખ

0
14
. જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે.
. જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે.

ગાંધીનગર : મહીસાગર જિલ્લાના કાનેસર ગામના માત્ર 3 વર્ષના માસૂમ બાળક ધૈર્યરાજસિંહ ગંભીર જિનેટીક બિમારીથી પીડાઈ રહ્યા છે. જેની સારવાર માટે અમેરિકાથી 16 કરોડનું ઈજેક્શન લાવવું પડે તેમ છે. આ બાળકને નવજીવન મળે તે માધ્યમથી સૌ પહેલી અપીલ કરવામા આવી હતી. જેના માટે લોકો યથાશક્તિ ફાળો આપી રહ્યા છે . માત્ર લોકો જ નહીં ઉધોગપતિઓ, ધારાસભ્યો પણ ફાળો આપી રહ્યા છે. ટીપે ટીપે સરોવર ભરાય તેમ ધીમે ધીમે ફાળો એકઠો થઈ રહ્યો છે. ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને પોતાના રાહત ફંડમાંથી આ બાળકને મદદ કરવા માટે પત્રો લખ્યા હતા .જે સંદર્ભે મુખ્યમંત્રી રાહતફંડમાંથી ઘૈર્યરાજની મદદ માટે રુપિયા 10 લાખની ફાળવણી કરવામાં આવી છે . માસૂમ ધૈર્યરાજને નવજીવન મળી રહે તે માટે અમેરિકાથી ૧૬ કરોડનું ઈજેક્શન મગાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે . જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે જે નુકસાન તરફ દોરી જાય છે.સામાન્ય પરિવાર માટે ૧૬ કરોડનો આંકડો બહુ મોટી વાત છે અને આટલી રકમ ક્યાંથી કાઢવી એ ચિંતાનો વિષય બની હતી. હવે ધૈર્યરાજની મદદ માટે લોકો વ્હારે આવ્યા છે. આ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ખાસ કિસ્સામાં રૂપિયા 10 લાખ મંજૂર કરાયા છે. જે મહિસાગર કલેક્ટરને આપવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે , ન્યૂઝ 18 ગુજરાતીએ ધૈર્યરાજ માટે ચલાવેલી મુહીમ બાદ લોકો શહેરોમાં ચાર રસ્તા ઉપર , અર્ધ શહેરી વિસ્તારોમાં પણ ઘરે ધરે ફરીને ફાળો ઉઘરાવી રહ્યા છે શૈર્યરાજને નવજીવન મળે તે માટે લોકો પ્રાર્થનાઓ પણ કરી રહ્યા છે .