કોર્પોરેટ જોબ કરતા મધ્યમવર્ગ પરિવારના સભ્યની કોસ્ટકટિંગની આ સીઝનમાં જોબ જાય છે. કઈ પણ કામ હોય તો કહેજે આવું કહેતા મિત્રો અને સગા-સબંધીને તે મદદ માટે ફોન કરે છે. પણ ફોન ઉપડતા નથી. નોકરીની શોધમાં ૩ મહિના નીકળી જાય છે ને અંતે હવે સ્થિતિ કઈક એવી છે કે ખાવાના પણ ફાંફા છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ક્યારેય કોઈ ની પાસે હાથ ના લંબાવનાર મધ્યમવર્ગનો આ વ્યક્તિ અંતે હિંમત એકઠી કરી પાણીપુરીની લારી ચાલુ કરવાનું વિચારે છે. પણ આ લારી લઇને જયારે ઘરેથી પહેલી વાર નીકળે છે ત્યારે એજ વિચારે છે કે લોકો તેના માટે શું વિચારશે??? પણ આ વિચારને સાથ મળે છે તેના પત્નીના વિશ્વાસનો…”ચિંતા ના કર”… “બધું સારું થશે”… આ શબ્દો સાથે પત્ની પતિને હિંમત આપી ભગવાનને પ્રાર્થના કરે છે. લારી લઇને રોડ પર ઉભેલો આ વ્યક્તિ તમામ વિચારોને બાજુ પર મૂકી એકદમ ખુશી ખુશી પોતાના પહેલા ગ્રાહકને પાણીપુરી ખવડાવે છે. બસ તેનો આજ વિશ્વાસ ઈશ્વરને પસંદ આવે છે અને બધું ધીમે ધીમે થાળે પડતું જાય છે. એક દિવસ એની લારી પર ૨ બાળકો સાથે એક પિતા આવે છે. બાળકો પાણીપુરી ખાવાની જીદ કરી રહ્યા છે ને પિતા પાસે પૈસા નથી, બાળકને તેની જાણ ના થાય તે માટે પિતા પાણીપુરી વાળાને હાથ જોડે છે, પાણીપુરી વાળો બાળકોને બમણી ખુશીથી બે પ્લેટ પાણીપુરી ખવડાવે છે ને બાળકોના પિતાને પોતાનું એમબીએનું સર્ટિફીકેટ બતાવી પોતાની બેરોજગારી વિષે વાત કરે છે ને તેમને બીજું કામ ના મળે ત્યાં સુધી પોતાની સાથે લારી પર કામ કરવાનું કહે છે. ઘર ચલાવવા માટે મજબુર આ વ્યક્તિ લારી પર કામ શરુ કરે છે. ને પોતાના તમામ દુઃખ ભૂલીને ખુશી ખુશી પાણીપુરી ખવડાવે છે. માં ખોડિયાર આ બંનેના જુસ્સાને બિરદાવે છે ને ખુબ ઓછા સમયમાં આ બંને સાથે મળીને પાણીપુરીની મોટી દુકાન કરે છે… ને આજે પણ એટલી જ શિદ્દત અને ખુશી સાથે લોકો ને પાણીપુરી ખવડાવે છે… આ વાર્તા પરથી એક વાત ચોક્કસ છે કે જયારે… તમારું કહ્યું ના થાય ત્યારે ઈશ્વરનું કહ્યું થાય… ને જયારે ઈશ્વરનું કહ્યું થાય ત્યારે બધુ સારુજ થાય… આ સ્ટોરી નો વિડીયો જોવા નીચેનો QR કોડ સ્કેન કરો :
ધાર્યું ના થાય તો દુઃખી થનારા લોકો માટે વાંચવા જેવી એક ટૂંકી વાર્તા… વાર્તા વાંચ્યા બાદ વિડીયો જોવાનું ચુકતા નહિ…
Date: